________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૨૭ રૂપે આજે પણ થાય છે.
ભૂંગળ, તબલાં, ઝાંઝ અને ઘૂઘરુ ભવાઇનાં મુખ્ય વાદ્યયંત્ર છે. ધ્વનિ-આયોજન અને રસનિદર્શનને માટે ભૂંગળ મહત્ત્વપૂર્ણ વાઘ છે. એ વગર ભવાઇ રમી શકાતી નથી. નૃત્ય-નૃત્ત અનેગીતને માટે પણ એ ઉપયોગી છે, એનાથી તાલ અને લય બાંધવામાં આવે છે. મૂલતઃ તો એ ગુર્જરોનું વાદ્યયંત્ર છે, જે તાલવાદ્ય અને તંતુવાઘની વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે. ભૂંગળ બે પ્રકારની હોય છે નર અને માદા. એકથી તીવ્ર અને બીજામાંથી મંદ સ્વર આવે છે, એમ લાગે કે જાણે એણે હાર્મોનિયમનનું સ્થાન લીધું છે. તબલાં ખુલ્લા બાજમાં વાગે છે એ બે હોય છે, જેમાંથી તીવ્ર-મંદ અવાજો આવે છે. શાસ્ત્રીય તબલાવાદક કરતાં ભવાઈનો તબલાવાદક જુદો હોય છે. ઝાંઝની જોડીમાંથી પણ તીવ્ર-મંદ અવાજો આવે છે, જેનો ભવાઇની ગાન-રચનામાં કુશળતાથી ઉપયોગ થાય છે. ઘૂઘરા શરીર-સૌંદર્યને માટે પહેરવામાં આવતાં ઘરેણાં અને ઘનવાઘની વચ્ચેની વસ્તુ છે. ભવાઇના કલાકારો નૃત્યમાં એનો સરસ ઉપયોગ કરે છે. વેશની જરૂરિયાત પ્રમાણે અન્ય વાદ્યયંત્રોનો પણ ઉપયોગ થાય છે.
ભવાઇ-ગાનનું મહત્ત્વપૂર્ણ તત્ત્વ રસ છે, એમાં પણ વાત્સલ્ય, પારિવારિક પ્રેમ, સામાજિક સહાનુભૂતિ ઇત્યાદિ પ્રમુખ છે. લોકગાનના પ્રકારોમાંથી કેટલાક તો એટલા વિકસિત દેખાય છે કે કોઈ એકમાં પણ થોડોક ફેરફાર કરવાથી બીજો અન્ય પ્રકાર જન્મ લે છે. ભવાઇમાં લોકગાનને જ્યારે શાસ્ત્રીય રાગોમાં ગાવામાં આવે છે ત્યારે એ દેશી' કહેવાય છે. આમેય ભવાઈનું ગાન શાસ્ત્રીય રાગોથી આચ્છાદિત પણ છે. - ભવાઇમાં ચલતી, હીંચ, ત્રગડો જેવા તાલ છે. શાસ્ત્રીય તાલોની અસર પણ એમાં દેખાય છે. એ સાલોનો શાસ્ત્રના નિયમો પ્રમાણે નહિ, પરંતુ પોતાની રીતે ઉપયોગ થાય છે. તબલાના સાહીવાળા ભાગનો જ ઉપયોગ થાય છે, જેનાથી બધું ગાન ખુલ્લી થાપ પર આવી જાય અને તેથી શાસ્ત્રીય ગાન કરતાં એ જુદું પડે છે. એટલા માટે એને વગાડવાને માટે ભવાઇ-તબલચીને જ બોલાવવો પડે છે. જે રાગો લોક-ગીતોથી રક્ષાયા છે તેઓનું ભવાઇએ પણ જતન કર્યું છે. ભવાઇને પૂરી પ્રવૃત્તિમાં સમાનરૂપે હિસ્સેદાર પ્રેક્ષક વચમાં વચમાં હાકાર કરે છે. અધિકાંશ ગીત ગાવા માટે નહિ, દેખવા રમવા અને સાંભળવાને માટે હોય છે.
ભવાઈનું નૃત્ય-નૃત્ત પરંપરાગત છે. એમાઃ લોકનૃત્ય-નૃત્તનો પ્રાકૃતિક જોશ અને ઉત્સાહ હોય છે. ભવાઇ નૃત્ત-નૃત્યના રૂપમાં હો છે, પરંતુ એનું રૂપાંતરણ નાટ્યરૂપમાં છે. જ્યાં પૂર્ણ નૃત્ત નથી ત્યાં કેટલાક ક્રિયા-કલાપ તથા સંવાદ નૃત્યના રૂપમાં દેખાઈ આવે છે. રાસ, રાસડા, ગરબા, ગરબી, ગોફગુંફન આદિનો સમાવેશ ભવાઈએ પોતાનામાં કરી લીધો છે. કેટલીય વાર એનો અધિકાંશ ભાગ શુદ્ધ નૃત્તના રૂપમાં અથવા કોઇક ભાગ અર્થઘટન કરવાવાળા નૃત્યના રૂપમાં આયોજિત થાય છે, એટલું જ નહિ, નાટય જેવા અર્થમાં પણ નૃત્ય-નૃત્તનું આયોજન થાય છે. શોભા માટે પણ ભવાઈમાં નૃત્તનો ઉપયોગ થાય છે.
ભવાઇનાં નૃત્યોની પદ-ગતિઓ પર કથક નૃત્યની છાયા દેખાય છે. સાત પ્રકારની પદ