________________
યુગે યુગે પાટણની પ્રભુતા
જાંબા નામનો વાણીયો જ્યારે વનરાજ લુંટફાટ કરતો હતો ત્યારે વગડામાં મળી ગયો હતો. વનરાજ અને તેના બે સાથીઓ એમ ત્રણ જણા જાંબા વાણીયાને લુંટવાનો ઇરાદો કરતા હતા. ત્યાં જાંબે પોતાના ભાથામાંથી પાંચ બાણ કાઢી ત્રણ રાખી બાકીનાં બે વધારાનાં બાણ ભાંગી ફેંકી દીધા. વનરાજે આમ કરવાનું કારણ પૂછતાં, જાંબાએ જણાવ્યું કે, “તમો ત્રણ જણ છો. આ ત્રણ બાણ તમો ત્રણ જણને મારવા માટે પૂરતાં છે. એટલે વધારાના બે બાણ મેં ભાંગી નાખી દીધાં.”
જાંબા વાણીયાની હિંમત, વીરતા અને આત્મવિશ્વાસથી વનરાજ પ્રસન્ન થયો. તેને લુંટવાનો વિચાર માંડી વાળ્યો. વનરાજે તેને પોતાનો મિત્ર બનાવ્યો અને તે રાજગાદી ઉપર આવ્યો ત્યારે તે જાંબા વાણીયાને મંત્રી તરીકે સ્થાપ્યો. પ્રબંધ ચિંતામણિમાં આ લોકકથી નોંધાયેલી છે.
s
પાટણમાં હિંગળાચાચરમાં ગણપતિની પોળમાં આવેલ ગણપતિના મંદિરમાં પ્રાચિન ગણપતિની પ્રતિમા નીચે તથા બાજુ માં શિવપાર્વતીની પ્રતિમાં નીચે એમ બન્ને પ્રતિમાઓ ઉપર પાટણની સ્થાપના વિ.સં. ૮૦ ૨માં થઇ હોવાનો શીલાલેખોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.