________________
યુગે યુગે પાટણની પ્રભુતા
નદીના પૂરથી દટાઇ જવાના કારણે) અને કહેવાતો રાજગઢીના કોટનો થોડોક હિસ્સો બચેલ છે. આ ઉપરાંત પીરમખ્તમશાહની દરગાહ કે જે હેમચન્દ્રાચાર્ય નો ઉપાશ્રય હતો એમ માનવમાં આવે છે. આ દરગાહનું મૂળ સ્થાપત્ય અને આજુબાજુ વિખરાયેલ અવશેષો હિન્દુ સ્થાપત્યની પ્રતીતિ કરાવે છે. બાકી બધું જ કાળના પ્રવાહમાં નષ્ટપ્રાય થઇ ગયું. જુના પાટણનો વિસ્તાર હાલમાં ખેતરોમાં વહેંચાયેલો હોવાથી ઉત્ખનનો કોઇ અવકાશ રહ્યો નથી. આજે પ્રત્યેક ખેતરના શેઢે શેઢે ઇંટો અને પત્થરોના નાનામોટા ઢગ પોતાના ઐતિહાસિક વારસાની સ્મૃતિઓ સંઘરીને નિસ્તેજ સમા બેઠા જોવા મળે છે. પાટણની સ્થાપના, નામ, આકાર અને કોટ
૩૨૯
પ્રચલિત અનુશ્રુતિ અનુસાર પાટણની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા વિ.સં. ૮૦૨ (ઇ.સ. ૭૪૬) માં કરવામાં આવી હતી મેરુતંગે પ્રબંધચિંતામળીમાં વિ.સં. ૮૦૨, વૈશાખ વદ-૨ સોમવાર અને વિચારશ્રેીમાં વિ.સં. ૮૦૨ વૈશાખ સુદ-૩ સોમવાર નોંધેલ છે. જ્યારે ધર્માર્થમાં વિ.સં. ૮૦૨, અષાઢ સુદ-૩ શનિવારે પાટણની સ્થાપના થયા સંબંધી ઉલ્લેખ છે. આ ઉલ્લેખો અને આ સંબંધી બીજા અન્ય ઉલ્લેખો અને તેની તિથિઓ અને વાર પંચાગ પ્રમાણે છે કે કેમ તે તપાસીને રા.ચુ. મોદી એ તારણ ઉપર આવ્યા છે કે વૈશાખ સુદ-૨ સોમવારે ધર્મક્રિયા શરૂ થઇ હશે અને યજ્ઞનું સત્ર બે માસ ચાલ્યું હશે તથા લોકો અષાઢ સુદ શનિવારથી ગામમાં રહેવા આવ્યા હશે. · એવી પણ વાયકા છે કે વનરાજ ચાવડાને તેના મિત્ર અણહિલ ભરવાડે નગર સ્થાપવા જગ્યા બતાવી તેથી નગરનું નામ અણહિલવાડ પાટણ રાખવામાં આવ્યું. પાટણની સ્થાપના પૂર્વ ત્યાં કોઇ અન્ય નગર હતું કે કેમ ? આ સંબંધી જિનપ્રભસૂરિ કૃત વિવિધતીર્થ ૫ના અહિનપુસ્થિતગરિષ્ટનેમિ૫માં લકખારામ નગર હોવાનો ઉલ્લેખ છે.
'
સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથોમાં પાટણનું નામ વિવિધ રીતે નોંધાયેલું જોવા મળે છે. જેમ કે અળહિતપાટમ્ (કૂવાશ્રય 1/48) સહિત્નપત્તન (ઝીર્તિીમુવી 1/48), મહિનનાં (કુમારપાલચરિતમ્ 2/21), સહિત્તપાટ (મારવાનપ્રતિવોધ 1/32), અહિનપાટ (મુતસંજીતનું 1/97), અળહિનપુર (પ્રબંધચિંતામળી 1/19), શ્રીપત્તન (પ્રબંધચિંતામળી 3/3) વગેરે.
આચાર્ય હેમચંદ્ર દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રયમાં પાટણનું કવિ કલ્પનાપ્રચુર વર્ણન કરવામાં આવ્યું છે. પાટણના વર્ણનના પ્રારંભમાં શ્લોકમાં જ તેને સ્વસ્તિક આકારનું ગણાવી તેની ભવ્યતા વર્ણવી છે.
ત્ત.
..નાનાહિનપાટમ્ ॥ (૧.૪)
(ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માંગાર, નયનું નિવાસરૂપ, શ્રી વડે સદા આશ્લિષ્ટ એવું અણહિલપાટક નામે નગર છે.) મારપાલઽરિતમાં પણ આ પ્રકારનું કલ્પનાસભર વર્ણન કરવામાં આવ્યું છે.
સોમેશ્વરે પણ ીર્તિીમુવીમાં પાટણનું મનોરમ વર્ણન કર્યું છે.