________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સ્તિ..
कृतहारानुकारणे,.
છે હાથી - મદથી ભીના, ઝાંપાવાળું ભલું પુર, અણહિલ્લ પુરાજ્યશ્રી જાણે શ્રી શ્રેયનું ઘર, શોભે જે હારનું કામ, સારનાર સુકોટથી શું વર્તુલ થયે પુણ્યે, રક્ષાતું કળિચોટથી
.શ્રિયામિત્ર ૫ (૧.૪૮)
.chefter 11 (9.80)
૩૩૦
(આચાર્ય વલ્લભજી હરિદત્ત સમશ્લોકી અનુવાદ) આચાર્યશ્રીએ પાટણનો આકાર સ્વસ્તિક હોવાનું જણાવ્યું છે. પરંતુ, ડો. રમણલાલ મહેતાએ સ્થળતપાસના આધારે સ્પષ્ટ નોંધ્યું છે કે ‘પાટણ અષ્ટાશ્રી અર્થાત્ સ્વસ્તિકાર નગર હોવાની કલ્પના સાવ નિરાધાર છે. ૧૦
નગરની ચોમેર કોટ હોવા વિશે આચાર્યશ્રીએ સંસ્કૃત દવાશ્રવ (૧/૧૨૬)માં અને પ્રાદ્ભૂત દયાશ્રવ (૧/૩)માં, સોમેશ્વરે ીર્તિીમુવી (૧/૪૯) અને સોમપ્રભસૂરિએ મારવાનપ્રતિવોધ (p.3-4) માં પણ આ જ મતલબનો ઉલ્લેખ કર્યો છે.
સોલંકીયુગમાં પાટણમાં કોટ હોવા વિશે આશંકા વ્યક્ત કરતાં ડૉ. રમણલાલ મહેતાએ નોંધ્યું. છે કે “હેમચંદ્રાચાર્યના દવાશ્રય ના વર્ણનોની અવ્યવસ્થાને પ્રખ્યાશ્રિત જ્ઞાન સાથે સરખાવવાથી પાટણને કિલ્લો હોવા બાબત શંકા થાય છે.૧ ડૉ. સાવલિયાએ પણ આ જ મતલબનો મત અભિવ્યક્ત કર્યો છે કે : “આમ છતાં, પુરાવસ્તુનાં તમામ પ્રમાણો જોતાં અણહિલવાડ પાટણનો ૧૪મી સદી સુધી કિલ્લો હોય એમ લાગતું નથી.'' ૧૨ પુરાત્તવવિદોનો જે મત હોય તે, પરંતુ અણહિલવાડ પાટણને જ્યાં પાયામાંથી જ ખોદી નાખવામાં આવ્યું હોય, ઇંટ અને પથ્થરની ખાણ તરીકે જ વર્ષો સુધી તેનો ઉપયોગ થયો હોય, ત્યાંથી પુરાવા કઇ રીતે ઉપલબ્ધ થઇ શકે ? સોલંકી રાજવીઓના મહેલો કે દેવાલયોની આજે કોઇ નિશાની બચી નથી, તો શું રાજમહેલો નહીં હોય તેમ માની શકાય ? એક ખૂબ નોંધપાત્ર બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે સહસ્રલિંગ સરોવરની કેનાલ હાલના જમીનના સ્તરથી આશરે ૧૫' ફૂટ જેટલી ઊંડાઇએ છે, તે જ રીતે રાણીની વાવ ઉપર પણ અંદાજિત ૧૦’ ફૂટ જેટલું માટીનું સ્તર ચઢી ગયું છે. આ વાસ્તવિકતાને ધ્યાને લેતાં જૂના પાટણના અવશેષો તેટલી ઊંડાઇએ જ હોઇ શકે ? પાટણની પ્રાચીન ભવ્યતા શોધી કાઢવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા સુનિયોજિત ઉત્ખનન કાર્ય હાથ ધરવાની જરૂર છે.
રાણી વાવ
રાજા ભીમદેવ (૧૦૨૨-૧૦૬૪) ની રાણી ઉદયમતીએ પાટણમાં વાવ બંધાવી હતી. શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન હોવા છતાં સોલંકીકાલીન કે પરવર્તીકાલીન સાહિત્યમાં તેની નોંધ લેવાઇ નથી. મેરુંતુંગે પ્રબંધચિંતામળીમાં ફક્ત એક જ લાઇનમાં નોંધ્યું છે કે ‘શ્રી ૩૫મતિનાખ્યા તત્રાસ્યા श्रीपत्तने सहस्रलिंगसरोवरादप्यतिशायिनी नव्या वापी कारिता ।'
અર્થાત્ રાણી ઉદયમતીએ ત્યાં સહસ્રલિંગ સરોવરથી ચડિયાતી નવી વાવ કરાવી.