________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૩૨૮ શોધનો વિષય બની રહે છે. દુઃખની વાત છે કે સોલંકી-વાઘેલાયુગીન અંતિમ શાસક કર્ણ વાઘેલા અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અલપખાન કે ઉલુઘખાનના હાથે ઇ.સ. ૧૩૦૪માં પરાસ્ત થતાં ગુજરાતમાં રાજપૂત શાસનનો અંત આવે છે. ધર્માધ મુસ્લિમ શાસકોએ ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ ઉપરાંત અનેક સમૃદ્ધ નગરો અને દેવાલયોનો નાશ કર્યો અથવા મસ્જિદોમાં પરિવર્તિત કર્યા. અણહિલવાડ પાટણ મુસ્લિમ આક્રમણનો ભોગ બનતાં નવું પાટણ વસ્યું. આજનું પાટણ એ નવું પાટણ છે. પાટણ .સ. ૧૩૦૪-૧૪૧૧ સુધી દિલ્હી તા હેઠળ રહ્યું, પરંતુ વહીવટી મુખ્ય મથક તરીકે પાટણ જ રહ્યું. એટલે કે પ્રકારાન્તરે તે ગુજરાતની રાજધાની તરીકે ચાલુ રહ્યું. મુસ્લિમ સુબાઓએ પાટણમાં રહીને જ ગુજરાતનો વહીવટ ચલાવ્યો. ઈ.સ. ૧૪૧૧માં અહમદશાહે રાજધાનીના શહેર તરીકે અમદાવાદની સ્થાપના કરતાં પાટણનું રાજકીય મહત્વ ઘટતું ગયું. ઇ.સ. ૧૪૧૧-૧૨ દરમ્યાન ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડાઇ. ઇ.સ. ૧૭૬૬માં દામાજીરાવે જવામર્દખાનના પુત્ર પાસેથી સમી અને રાધનપુર સિવાયના મહાલ કબજે કરી પોતાની રાજધાની સોનગઢથી પાટણ ફેરવી. પાટણથી વડોદરા રાજધાની ખસેડાતાં પાટણ ગાયકવાડી શાસનના કડી પ્રાન્તનો એક મહાલ બની રહ્યો.આઝાદી બાદ મહેસાણા જિલ્લાનો એક તાલકો અને થોડાંક વર્ષો પૂર્વે નવા સ્થપાયેલ પાટણ જિલ્લાના મુખ્ય મથકનું શ્રેય ભોગવી રહેલ છે. “મિરાતે એહમદી' ના કર્તા અલી મોહમ્મદખાને હાલના પાટણથી આશરે ૪ માઇલ દૂર જૂના પાટણના ભગ્નાવશેસો અને અમદાવાદના બાંધકામમાં પાટણના પથ્થરોના ઉપયોગ સંબંધી નોંધ કરી છે. આ ઉપરાંત નોંધ્યું છે કે ગુજરાતના સુબા સર્જાતખાને (૧૬૮૫૧૭૦૧) અમદાવાદમાં બે મજિદ અને એક મદ્રેસા બાંધવા માટે પાટણના હાકેમ સફદરખાનને આરસ મોકલવાનું જણાવતા તેણે પાટણમાંથી ૨૦૦ ગાડાં ભરી આરસની શીલાઓ મોકલી આપી હતી અને જરૂર પડે વધુ ૧૦૦૦ ગાડાં આરસ મોકલી શકશે તેમ જણાવ્યું. અત્રે નોંધવું ઘટે કે વધુમાં નવું પાટણ જુના પાટણના પથ્થરો વડે બંધાયું છે. આજે નવા પાટણનાં ઘરોના બાંધકામમાં પ્લિન્થ એરિયા સુધી પ્રાયઃ પથ્થર વપરાયેલો જોવા મળે છે. નવા પાટણનો કોટ પણ જુના પાટણના પથ્થરો થકી બંધાયાની સ્પષ્ટ પ્રતીતિ તેમાં વપરાયેલ સપ્રમાણતા વિહીન પથ્થરો અને ખંડિત યા અખંડિત શિલ્પકૃતિઓવાળા પથ્થરો અને તેની અરુચિકર ગોઠવણીના આધારે થાય છે. નવા પાટણમાં બંધાયેલ બહાદુરસિંહ બારોટની વાવમાં પણ રાણીની વાવના અને જુના પાટણના પથ્થરોનો ઉપયોગ થયો હશે તેમ વાવના પ્રાથમિક નિરીક્ષણના આધારે કહી શકાય. કર્નલ ટોડે ઇ.સ. ૧૮૨૨માં પાટણની મુલાકાતનું વર્ણન તેના ગ્રંથ "Travels in western India" માં કર્યું છે, જેમાં તેણે કાલિકા માતાના મંદિરથી ૧૫૦ વાર દૂર અને ભવ્ય તોરણ જોયાનું નોંધ્યું છે. જે આજે અસ્તિત્વમાં નથી. બર્જેસ અને કઝિન્સે તેમના ગ્રંથ Antiquities and Archaeology of Northern Gujarat" Hi zuil-il 91941 f4141 aula 03 પથ્થરના સ્તંભ હોવાનું નોંધ્યું છે, જે હાલમાં ત્યાં નથી. 'પાટણની પ્રાયઃ પથ્થરની એક ખાણ તરીકે જ ઉપયોગ થયો. ગાયકવાડી શાસન દરમ્યાન પાટણમાંથી પથ્થરો કાઢવાનો ઇજારો આપવામાં આવ્યો હતો, આ બધાં વિનાશક કારણોને લીધે પાટણનાં ભવ્ય મહાલયો પૈકી આજે કશું જ બચ્યું નથી. બચવામાં માત્ર રાણીની વાવ, સહસ્ત્રલિંગમાં પાણી લાવવા માટેની નહેર (આ બંને સરસ્વતી