________________
યુગે યુગે પાટણની પ્રભુતા
३७८
નિષ્પા૫ ગુણીઓની તમે પુજા કો છો - તે તમારા ઉપદેશોનો ફલપાક છે, જે શ્રીઓનો નિધિ છે. શિવ એ જ બાહ્ય ત્યાગ કરી પરંપદને પામેલા જિન છે. દર્શનોમાં વિભેદ કરવો એ મિથ્યામતિનું ચિહ્ન છે, એમ કહી ચોખા બજારમાં આવેલી ત્રિપુરુષપ્રાસાદની ભૂમિ ઉપાશ્રય માટે પુરોહિતને આપી. ત્યાર પછીથી તપસ્વી જૈન સાધુઓને પાટણમાં આશ્રય મળ્યો. સુરથોત્સવઃ “સોમનો પુત્ર આમશર્મા કર્ણનો પુરોહિત થયો. તેણે રાજાએ આપેલા દાનથી શિવાલયો અને સરોવર બંધાવ્યાં. ધારાના રાજા સાથે કર્ણને જ્યારે યુદ્ધ થયું ત્યારે તેના મંત્ર અને તંત્રથી રાજાને વિજય મળ્યો. તેનો પુત્ર કુમાર નામે હતો. તે સિદ્ધરાજનો પુરોહિત હતો. તે ચક્રવર્તિપુરોહિતે યાગો અને કૂપો બનાવી ઇષ્ટ અને પૂર્ત બંને સાધ્યાં. તેનો પુત્ર સર્વદવ મનુસ્મૃતિનો સમર્થ વિદ્વાન હતો. તેનો દિકરો આમિગ કરીને હતો. તેને સર્વ દેવ, કુમાર, મુંજ અને આહડ એમ ચાર પુત્રો હતા. સવદવે કુમારપાળનાં અસ્થિ ગયા અને પ્રયાગમાં પધરાવ્યાં હતાં. સર્વદવનાં સ્થાને સ્થાને તળાવો, દિને દિને શિવપૂજા, વિપ્રે વિપ્રે સત્કાર અને ઘેર ઘેર સ્તુતિ હતાં. '
स्थाने स्थाने तडागानि शिवपूजा दिने दिने વિષે વિકે ૨ સાર: સ્નાથ ય પૃદે પૃદે છે.
તેની ન્હાનો ભાઈ નામે કુમાર, અજયપાલનો પુરોહિત હતો. રાજાએ આગ્રહ કર્યા છતાં તેના રત્નરાશિનો તેણે સ્વીકાર કર્યો નહિ. તેણે કટુકેશ્વર મહાદેવની આરાધના કરી અજયપાલને રણાંગણમાં થયેલા ઘાની વ્યથા દૂર કરી. એણે શ્રીમૂલરાજ પાસે દુકાળ વખતે પ્રજાના કર માફ કરાવ્યાં. પ્રતાપમલે (કુમારપાલનો ભાણેજ ?) તેને સર્વ પ્રધાન પુરુષોનો અધિપતિ કયો. આ કુમારને ચાલુક્ય રાજાએ સેનાની પણ બનાવ્યો. તેણે ધારાપતિ વિંધ્યવર્માને રણમાંથી ભગાડી ગોગસ્થાન નામનું પત્તન ભાંગ્યું અને તેની હવેલીને સ્થાને કૂવો ખોદ્યો. તેને સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મી કરીને પત્ની હતી. તેનાથી કુમારને ત્રણ પુત્રો થયા મહાદેવ, સોમેશ્વરદેવ, અને વિજય. તેમાંનો મધ્યમ સોમેશ્વરદે તે કિર્તિકૌમુદીકાર, સોમેશ્વર, જેણે “યામાઈમાત્રમાં એક નાટક ઘડી શ્રીભીમભૂપતિની સંસદમાં સભ્યલોકોને આનંદિત કર્યા.”
આમ આ પરંપરા સોમેશ્વર પોતા સુધી લાવે છે અને પોતાને ‘ગુર્જરેશ્વર પુરોહિત અને ‘મંત્રિમુકુટ’ પ્રાગ્વાટ વસ્તુપાલના પરમમિત્ર તરીકે ઓળખાવે છે. વિદ્યોપાસના : હવે અણહિલપુરની વિદ્યોપાસના જોઇએ. મુદ્રિત કુમુદચંદ્રઃ ગુજરેશ્વર સિદ્ધરાજની વિદ્વત્સભા ઃ દુર્લભરાજથી માંડીને વીરધવલ સુધી અનેક બ્રાહ્મણ અને જૈન વિદ્વાનો પાટણમાં આવતા જતા અને રહેતા. પાટણને કાશ્મીરના પંડિતો સાથે સારો સંબંધ અને વ્યવહાર હતો. યશશ્ચંદ્ર રચેલા “મુદ્રિતકુમુદચંદ્ર' નામના નાટકમાં સિદ્ધરાજની સભામાં જે જે પંડિતો હતા તેનો ઉલ્લેખ થયો છે. તેમાં સિદ્ધરાજ જેને પોતાના ભાઈ જેવો ગણતો હતો તે ઠકુર શ્રીપાલ કવિનો તથા વૈયાકરણ ઉત્સાહનો ઉલ્લેખ કરવો જોઈએ. શ્રીપાલે સો પ્રબંધો રહ્યા હતા એવી પરંપરા છે. તેણે સહસલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી, તેના પુરાવા મોજુદ છે. સિદ્ધરાજની