________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४७९ પ્રભુનાં ધામ અનેક : - શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું આ પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ પાટણનગરમાં હેમચંદ્રાચાર્ય રોડ પર આવેલું છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથની એક પ્રતિમા શાન્તાક્રુઝ (મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના ગોખલામાં બિરાજે છે અને જીરાવાલાતીર્થના જીરાવાલા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ભમતીની એક બીજી દેરીમાં તથા શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ચોત્રીસમી દેરીમાં પણ શ્રી પંચાસર પાર્થપ્રભુ બિરાજે છે. પ્રભુનાં ધામની પિછાણ
- એકાવન મનોહર દેવકુલિકાઓથી પરિવરેલો શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનો ઉત્તુંગ અને ભવ્ય જિનપ્રાસાદ મહેસાણા જિલ્લાના પ્રાચીન નગર અણહિલપુર પાટણમાં વિદ્યમાન છે. બીજા પણ અનેકાનેક તીર્થસદશ જિનાલયોથી મંડિત આ પાટણ પ્રાચીન તીર્થભૂમિ છે. અહીંના જ્ઞાન ભંડારો એ જૈન સંસ્કૃતિનો અમર વારસો છે.
ધર્મશાળાઓ, ઉપાયો, ભોજનશાળાઓ, આયંબિલ ભુવન, જ્ઞાન ભંડારી, પાઠશાળાઓ, વિદ્યામંદિરો, છાત્રાલયો આદિથી શોભતું આ નગર વર્તમાનમાં પણ જૈન ધર્મની અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામેલું છે.
સરનામું શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર ટ્રસ્ટ
હેમચંદ્રાચાર્ય ડ, પીંપળાની શેરી, જિલ્લો પાટણ, પાટણ - ૩૮૪ ૨૬૫
(“શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન'માંથી સાભાર)