________________
યુગે યુગે પાટણની પ્રભુતા
લમણામાં શરદઋતુ છે (એટલે કે વિરહને કારણે ઘાસ અને પાંદડાંની પથારી ઉપર સુએ છે અને આંસુ ઝરતાં હોવાથી લમણાં ઠંડાં છે). અંગોમાં (વિરહને કારણે) ગ્રીષ્મઋતુનો તાપ બાળે છે) અને સુંદર તલના વનમાં માગસર માસ છે (એટલે કે માગસર માસમાં જેમ તલનાં વન લણાય છે તેમ પ્રિય વિરહે મુગ્ધાની શોભા હરાઈ ગઈ છે), જ્યારે મુખકમળ ઉપર શિશિર ઋતુ આવી રહી છે (એટલે કે પ્રિયવિરહે શિશિર ઋતુમાં કમલિની ઝાંખી પડી જાય છે તેમ મોઢું ફિક્કુ પડી ગયું છે.)” ૧૯,૨૦ हिअड़ा फुट्टि तड़ त्ति करि कालक्खेवें काइँ ।
૩૬-૪
देखउँ अविहि कहिँ ठवड़ पड़ विणु दुक्खसआइँ ||२१||
‘હે હ્રદય ! તું તડાક દઈને ફૂટી જા. સમય લંબાવવાથી શું ? હું જોઉં કે મૂઉ નસીબ તારા વિના સેંકડો દુઃખ ક્યાં સ્થાપે છે.” ૨૧
३५९-१
कन्तु महारउ हलि सहिअ णिच्छइँ रूस जासु ।
अत्यहिँ त्यहिँ त्यहिं वि ठाँउ वि फेड़ड़ तासु ||२२||
હે સખી ! મારો કાંત જેના ઉપર ચોક્કસ ગુસ્સે થાય છે તેનું અસ્ત્ર શસ અને હાથ વતી પણ કામ ૐ છે.” ૨૨
३६२
अह कुमारी अहां णरु अहु मणोरहठाणु ।
अहउँ वढ़ चिन्तन्ताहँ पच्छइ होइ विहाणु ||२३||
‘‘આ કુમારી છે, આ હું પુરુષ છું. આ (મારું) મનોરથનું સ્થાન છે.’ આ પ્રમાણે વિચાર કરતા મૂર્ખાઓનું પછી વહાણું વાઈ જાય છે.” ૨૩
३६४
जड़ पुच्छहुँ घर वड्डाइँ तो वड्डा घर ओइ । विहलिअजणअब्भुद्धरणु कन्तु कुडीरइ जोड़ ||२४||
(દાન મેળવવાની ઇચ્છાએ) જો વડા ઘર વિશે પૂછતા હો તો વડું ઘર આ (રહ્યું). (જો રક્ષણની ઇચ્છા હોય તો) વિકળ જનોનો ઉદ્ધાર કરનારા મારા કાંતને (અહીં આ) ઝૂંપડીમાં જો.”
૩૬૦-૬
जइ ण सु आवइ दुइ घरु काइँ अहो लुहु तुज्झु ।
अणु जु खण्ड त सहिअ सो पिउ होइ ण मज्झु ||२५||
“હે દૂતી ! જો એ ઘેર ન આવે તો એમાં તારું નીચું મોઢું શા માટે ? હે સખી ! જો એ (તારા) વચનનો ભંગ કરે તો એ મારો પ્રિય ન હોય.” जड़ ससणेही तो मुझ्अ अह जीवइ णिणेह । बिहिँ वि पआरहिँ गइअ धण किं गज्जहि खल मेह ||२६||
३६७-५
‘હે મેઘ ! જો (એ મારી પ્રિયા) સ્નેહવાળી હશે તો (મારા વિકે) મરી ગઈ હશે. હવે જો જીવતી હશે તો એ સ્નેહ વિનાની (છે એવું સમઝર્જ). હે લુચ્ચા મેઘ ! તું શું ગાજી રહ્યો છે ? બંનેય પ્રકારે નાયિકા ગઈ જ છે.” ૨૬
૪૪૬