________________
૩૫૬
યુગે યુગે પાટણની પ્રભુતા
તરીકે ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના પ્રોફેસર પદેથી ૧૯૯૪માં નિવૃત્ત. તેમના માર્ગદર્શન હેઠળ ૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૨૦ થીવધુ સંશોધન પત્રો રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય પરિસંવાદોમાં રજૂ કર્યા. ગુજરાતી સાહિત્યના સિધ્ધહસ્ત નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક તરીકે પ્રસિદ્ધ. કૃતિઓ : નિબંધ - દૂરના એ સૂર (૧૯૭૦) શેરી (૧૯૯૬), નવલકથા - આપણો ઘડીક સંગ (૧૯૬૨), વિવેચન - પરિધી (૧૯૭૬). આ ચારેય કૃતિઓ પુરસ્કૃત થયેલ છે, જે ગુજરાતી સાહિત્યની એક અસાધારણ ઘટના ગણાય. તેમની સંવેદનશીલ અને તાજગીભરી અભિવ્યક્તિના લીધે ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન પ્રસ્થાપિત થયું છે. ઉપરાંત તેમની સ્વસ્થ અને સમતોલ વિવેચન દષ્ટિને સર્જકો અને વિવેચકોએ મુક્તકંઠે વખાણી છે. તેમણે પ્રા. હર્ષદ મહેતાના સહયોગમાં ‘પાશ્ચાત્ય નવલકથા’ નામક ગ્રંથની પણ રચના કરી છે. (૮૦) મહેતા, નરભેરામ જમીયતરામ (૧૮૫૬-૧૯૫૨)
કારકિર્દીનો પ્રારંભ કાઠીયાવાડ એજન્સીના બ્રિટિશ સર્વિસથી કર્યો. કાર્યનિષ્ઠાને લીધે ડેપ્યુટી પોલિટિકલ એજન્ટના હોદ્દા સુધી પહોંચ્યા હતા. નિવૃત્તિ બાદ પાટણ મ્યુનિસિપાલિટીના ચેરમેન તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપી તથા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી પાટણની મોટી સેવા કરી. બાલ્યાવસ્થાથી જ કાવ્યરચનાનો શોખ. તેમની કવિતાઓ પ્રાયઃ ભક્તિ અને ઉપદેશ પ્રધાન છે. કવિતાનું વિષયવસ્તુ પૌરાણિક, સામાજીક યા રાજવીઓ, શિક્ષકો આધારિત છે. કૃતિઓઃ નિર્ભય કાવ્યસંગ્રહ ૨-ભાગ (૧૯૧૫-૧૯૩૯), શ્રી હાટકેશ્વર મહાદેવના વરઘોડામાં તથા શ્રી શંકર સ્વામીની પધરામણીમાં ગાવાનાં ગીતો (૧૮૮૦, બીજી આ. ૧૯૩૦), નાર્ગરજ્ઞાતિમાં ગાવાનાં મહત્વનાં લગ્નગીતો, જયસુખરામના સહકર્તૃત્વમાં ‘સત્ય-વિજય-નાટક’ની રચના, મ્હારૂ જીવન વૃત્તાંત (૧૯૩૭). (૮૧) મહેતા, હરિપ્રસાદ છગનલાલ આચાર્ય (૧૯૧૨–?)
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. એમ.એ., બી.ટી. વડોદરા સ્થિત ‘સંસ્કૃત મહાવિદ્યાલય’ના મુખ્ય અઘ્યાપક તરીકે સેવાઓ આપેલી. તેમના અનેક લેખો પ્રકાશિત થયેલ છે. સંસ્કૃત મહાવિદ્યાલયના વાર્ષિક અંક ‘સુરભારતી’ ના સંપાદક. ‘પંડિત જગન્નાથ’ પુસ્તકનું પ્રકાશન. (૮૨) માલધારી, કાનજીભાઇ શાકાભાઈ
વતન : ખાનપુર, રાજકુવા, કર્મભૂમિ : પાટણ. અભ્યાસ : બી.એ., એલએલ.બી., વ્યવસાય : વકીલ. રબારી સમાજના ગૌરવસમા શ્રી કાનજીભાઇએ લોકસાહિત્ય તથા ચારણી સાહિત્યમાં સંશોધન તથા પ્રદાન કરેલ છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેમના કાર્યક્રમો નિયમિત પ્રસારિત થતા રહે છે. પ્રસાર ભારતીના આઠ તથા અન્ય સો જેટલા ડાયરાનું સંચાલન તેમણે કરેલ છે. કોલેજ કાળથી જ તેઓ લેખન કાર્ય કરતા રહ્યા છે. ચાંદની, શ્રીરંગ, રંગતરંગ, નવનીત સમર્પણ, ઊર્મિનવરચના, પ્રસ્થાન, કવિ, સ્ત્રી જીવન, સ્વાઘ્યાય સામાયિકોમાં તેમનાં કાવ્યો, સંશોધન લેખ, નવલિકાઓ વગેરેનું પ્રકાશન થયેલ છે. ઊર્મિશીલ તથા વિપ્રલંમ્ભ શૃંગારમાં તેમણે કાવ્યો રચેલા છે. આ ઉપરાંત છંદોબદ્ધ કાવ્યની રચના પણ કરેલી છે. ‘પાટણવાડાનાં અને રબારી સમાજનાં લોકગીતો’ (૧૯૮૪) તથા ‘દૂધમતીને કાંઠે’નામક નવલકથા પ્રગટ કરેલ છે. તેમનો કાવ્યસંગ્રહ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે.