________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫૫ તૈયાર કરવામાં મુનિ પુણ્યવિજયજીના સહકાર્યકર તરીકે પ્રશસ્ય સેવાઓ આપી છે. કૃતિઓ : જૈન આગમ ગ્રંથમાળા હેઠળ મુનિ પુણ્યવિજયજી સાથે અને બેચરદાસ દોશી સાથે ૩ ગ્રંથોનું સંપાદન. ઉપરાંત નાયક-ભોજકની પારસી (૧૯૭૩), પુણ્યમૂર્તિના કેટલાંક સંસ્મરણો, વડનગરનો જૈનસંઘ, વિઘાવિભૂષિત મહર્ષિ સુખલાલજી સાથેના થોડા પ્રસંગો (૧૯૭૮) વગેરે. (૭૩) ભોજક, લક્ષમણભાઈ મોહનલાલ
' અગ્રણી હસ્તપ્રતવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. લા. દ. ભારતીય વિધામંદિર, અમદાવાદમાં હસ્તપ્રતવિદ્યાના નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે. મુનિ પુણ્યવિજયજી સાથે ઘણાં વર્ષો સુધી કાર્ય કર્યું હોવાથી પારસમણિના સ્પર્શની જેમ વિવિધ વિષયોમાં તજજ્ઞતા હાંસલ કરી શક્યા. તેમના કેટલાક લેખો અને પુસ્તકો પ્રકાશિત. (૭૪) મજમુંદાર, ગુણવંતરાય ગિરધરરાય
B.A, LL.B. પિતા બરોડા સ્ટેટના જમીનદાર વાંચનનો ભારે શોખ. કાયદાશાસ્ત્રના નિષ્ણાત, ‘હજૂર ન્યાય સભાનો ફેંસલો’ નામક ડાયજેસ્ટનું પ્રકાશન. (૭૫) મજમુંદાર, વ્યંબકરાય ગિરધરરાય (૧૮૭૫-?)
B.A., LL.B. મુંબઇ હાઇકોર્ટમાં વિદ્વાન વકીલ તરીકે ખ્યાતિ મેળવી હતી. કેશવ તત્વ વિલાસ'નામક વેદાંતશાસ્ત્રના ગ્રંથની રચના. (૭૬) મજમુંદાર, ભદ્રાયુલાલ મોતીલાલ (૧૯૦૭-?)
નાગર ગૃહસ્થ. બી.એ., એલ.એલ.બી. વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ, વકીલાતનો વ્યવસાય છતાં સાહિત્ય ક્ષેત્રે ઊંડો રસ. વડોદરા સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત સાહિત્યકાર” વૈમાસિક ના તંત્રી તરીકે સેવાઓ આપેલી. પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરાના સક્રિય સભ્ય તથા મંત્રી તરીકે પણ તેમની નિયુક્તિ થયેલી. ‘સાહિત્યકાર', પ્રેમાનંદ, અખો અને શામળ નામક પુસ્તકનું સંપાદન. (૭૭) મજમુંદાર, માયાદેવી ચંદ્રમૌલી (૧૯૩૮)
ગુજરાતી વિષય સાથે બી.એ. (૧૯૬૪) સુધીનું શિક્ષણ પાટણમાં, ત્યારબાદ બરોડા યુનિવર્સિટીમાંથી ૧૯૬૬ માં બી.એડ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. પિતા શ્રી સ્વામી પ્રણવતીર્થ (રમેશભાઈ ગૌતમ) તથા દાદા શ્રી રંગનાથ ઘારેખાન પાસેથી વાંચન-લેખનનો શોખ વારસાગત મેળવેલો. કહેવતો તથા કહેવતકથાનકો’ પુસ્તકનું સંપાદન ઉપરાંત કેટલીક વાર્તાઓ અને નિબંધોનું પ્રકાશન. (૭૮) મજમુંદાર, વલ્લરી પરીક્ષિતરાય (૧૯૭૨) - B.Sc., M.L.Sc. (સુવર્ણચંદ્રક વિજેતા) આર્ટ્સ કોલેજ, પાટણમાં ગ્રંથપાલ તરીકે કાર્યરત. પાટણના સારસ્વતો જીવન ચરિત્ર અને વાડમયસૂચિ” વિષયક લઘુશોધ પ્રબંધનું લેખન. હમલોગ દૈનિકમાં પાટણના સારસ્વતોના જીવનચરિત્રોનું પ્રકાશન, જે ગ્રંથસ્વરૂપે પ્રગટ થનાર છે. (૭૯) મહેતા, દિગીશ નાનુભાઇ (૧૯૩૪-૨૦૦૧)
M.A. (Guj.), M.A. (Leads), Ph.D. અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રતિભાશાળી પ્રોફેસર