________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫૮
(૮૮) રાવલ નટુભાઈ
શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય પુરસ્કારથી વિભૂષિત. 'જગતના સિતારા'ના સંપાદક, અભ્યાસગૃહ પત્રિકાના તંત્રી. પાટણના મૂક સેવક સ્વ. મણિલાલ દવે (૧૯૪૨) ગ્રંથનું સંપાદન પાટણના બે લોક સેવક ના લેખક. (૮૯) રાવલ, આપાલાલ હીરાલાલ
વાયડા વણિક. પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક મુઘલ સામ્રાજ્ય' ગ્રંથની રચના. (૯૦) રાવલ, પ્રાણશંકર હીરાલાલ કવિ
ઔદિચ્ય સહસ બ્રાહ્મણ. પ્રાથમિક શિક્ષક, વાંચન-લેખનમાં વિશેષ પ્રીતિ. તેમણે કવિતા, નાટક, બોધપ્રદ વાર્તાઓ, ભક્તિ ગીતો, જીવન ચરિત્ર વગેરેમાં પ્રદાન કર્યું છે. કૃતિઓઃ ઇંન્દ્ર વિલાસ નાટક, કવિતા સંગ્રહ, નરસિંહ મહેતાની હુંડી, બાલગીતમાળા, શ્રીમંત મહારાજ સાહેબના યશોગાન, . શ્રી શંકર ભજનાવલિ, શ્રી હનુમાન પ્રાર્થના, કાલિકા સ્તવન, રાષ્ટ્રીયગીત, કર્મવીરોની દેશસેવા, બાળબોધ, વાર્તાસંગ્રહ, કવાયત, સ્વયંસેવકનું કર્તવ્ય, સુદામાચરિત્ર (હિંદી) વગેરે. (૧) લીમ્બાચીયા, નટવર (૧૯૨૪)
જન્મઃ ઊંઝા, વતન પાટણ, પોટ માસ્તરના પદેથી નિવૃત્ત થઇ લોકસેવાનાં કાર્યોમાં વ્યસ્ત. કૃતિઓ શ્રી લીમ્બજ પુરાણ (૧૯૮૧), પાટણવાળાનું જ્યોતિષ: સમસ્યા અને ઉકેલ (૨0૧). અપ્રકાશિત કૃતિઓ : જ્યોતિષ દર્પણ, જ્યોતિષ રહસ્ય, જ્યોતિષ દર્શન અને જ્યોતિષ અને યંત્ર-મંત્ર-તંત્ર. (૯૨) વકીલ, જીભાઈ કાનજીભાઈ બારોટ
વડોદરા રાજ્યની વસ્તી, સામાજિક, આર્થિક, ધાર્મિક, વિષયક માહિતી તથા વૈદક, ખેતીવાડી, કેળવણી જાનવરના રોગ અને ઇલાજ કોર્ટ-કચેરી વગેરે વિષયક “વડોદરા રાજ્ય પ્રજામિત્ર' (૧૯૩૨) ગ્રંથની રચના. ખૂબ જ ઉપયોગી પ્રકાશન. (૩) વકીલ, લહેરુભાઈ ડાહ્યાભાઈ
પાટણના મોભાદાર વકીલ તથા જૈન સમાજના અગ્રણી. “ભીમજ્ઞાનત્રીશીકા' ગ્રંથની રચના. (૯૪) વકીલ, વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય
વડોદરા રાજ્ય દ્વારા રાજ્યરત્ન” ઇલ્કાબથી વિભૂષિત, વડોદરા રાજ્યની ધારાસભામાં નિયુક્તિ. પાટણ સુધરાઇના પ્રમુખ, પ્રાંત પંચાયતના ઉપાધ્યક્ષ તથા શહેરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી સેવાઓ આપી કૃતિઓઃ “નેકલેશથી નવલકથા (૧૯૪૨) તથા પરગજુ પારસીયો' (૧૯૪૧). (૯૫) વહીયા, માધવલાલ ગોપાળજી (?-૧૯૫૦)
નાગર ગૃહસ્થ. પાલનપુર એજન્સીમાં વકીલ. તેમણે ‘ઇન્ડિયન પીનલ કોડનું ગુજરાતી ભાષાંતર” તથા “વડોદરા રાજય પીનલ કોડ' ગ્રંથોની રચના કરી.