________________
યુગે યુગે પાટણની પ્રભુતા
દર્પણમાં મુખ જોતી, શૃંગાર કરતી અને સંવનનના દ્રશ્યો અકબંધ છે. એ અંજનશલાકા હાથમાં રાખી સૌંદર્ય પ્રસાધનથી ભરપુર, શૃંગારના સમયની મુદ્રાઓ,
અતિરૂપવાન એવી અપ્સરાઓની તથા યોગિનીઓની મૂર્તિઓ આકર્ષક છે. કોઇ એક જ પ્રદેશની નહિ, પણ વસ્ત્રોમાં, શૃંગારમાં વિવિધતા જણાય છે. તેથી કારીગરો જુદા-જુદા પ્રદેશના હશે તેવું જણાય છે. બ્રહ્મા-બ્રહ્માણી, ભૈરવ, ચામુંડા, શિવ-પાર્વતી, વિષ્ણુ, વિંછણમાતા વગેરે અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ જોવા જેવી છે. કૂવાના હાલના તળીયાના ભાગની દિવાલોનું કોતરકામ બેનમૂન છે. રેતીયા પથ્થરમાંથી બંધાયેલ વાવમાં ક્યાંય આરસ વપરાયો નથી. વૈષ્ણવ અને
શિવસંપ્રદાયને સમર્પિત વાવ છે. હકીકતમાં પાટણની રાણકીવાવનું નવું ખોદકામ પાટણને સમગ્ર ભારતમાં જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વવિખ્યાત બનાવ્યું છે.
રાણકીવાવનું બેofમુળ સ્થાપત્ય