________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૬૪ ૧૦૦, હિન્દી-૧૦ અને અંગ્રેજીનાં ૧૦ ગ્રંથો કુલ મળી અંદાજિત ૪૨૫ ગ્રંથોનું સર્જન અને પ્રકાશન થયું છે. લેખકોનું જ્ઞાતિ પ્રમાણે વિભાજન કરતાં નાગર ૨૬, બ્રાહ્મણ ૨૪, વણિક ૨૧, પ્રજાપતિ ૫, બારોટ પ, પટેલ ૪, નાયક ૪, સોની ૩ અને બ્રહ્મક્ષત્રિય, ભાટિયા, મિસ્ત્રી, સલાટ, વાળંદ, દરજી, જ્ઞાતિના ૧-૧ તથા ૧ મુસ્લિમ લેખકે પોતાના કૃતિત્વ દ્વારા પાટણના સાંસ્કૃતિક વારસાની જ્યોત પ્રજવલિત રાખવા પ્રદાન કર્યું છે. વિવિધ વિષય કે ભાષા-સાહિત્યનો ઈતિહાસ જે તે સ્થળના પ્રદાનને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવે તો પાટણના પ્રદાનની સુવર્ણક્ષરે નોંધ લેવાશે તેમ પટણીઓ દ્વારા રચિત કૃતિઓના આધારે નિઃશંક કહી શકાય. મણિભાઈ પ્રજાપતિ,
વલ્લરી મજમુંદાર યુનિવર્સિટી લાયબ્રેરીયન અને અધ્યક્ષ,
લાયબ્રેરીયન ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ,
પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
આ સહસલિંગ સરોવર જાણે પૃથ્વીનું કુંડળ હોય તેમ લાગે છે અને ત્યાં આગળના કીર્તિસ્તંભરૂપી હાથવડે પૃથ્વી માતા પોતાનું બીજું કુંડળ ઈન્દ્રની પાસે માંગતી હોય તેમ જણાય છે.
(સમરરાસુ)