________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૬૩
કાર્ય કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ (૧૯૮૪), ધર્મબિંદુ (૧૯૮૬), જીવન અને જિંદગી (૧૯૮૮), શ્રી ગુરૂચરણે (૧૯૮૮), સાધનાના સૂત્રો (૧૯૮૯), શ્રીકૃષ્ણ શરણં મમ (૧૯૯૬), રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન (૧૯૯૮) આ ઉપરાંત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘પરમ સમીપે’ ત્રૈમાસિકના સંપાદક તરીકે પણ સેવાઓ આપે છે. પૂજ્ય મહારાજશ્રીની વાણીને ગ્રંથસ્થ કરીને શ્રી મધુભાઇએ ભારતીય ધર્મ અને દર્શનની મોટી સેવા કરી છે. અહીં તેમની સંપાદન-કલા અને વિષય ઉપરના પ્રભુત્વનું દર્શન થાય છે. (૧૧૪) સોલંકી, ભરતકુમાર નંદલાલ (૧૯૬૭)
વતન : ચોકડી (લીંબડી), કર્મભૂમિ : પાટણ, એમ.એ., એમ.ફીલ. તથા ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ’ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. અંદાજિત ૨૭ લેખો તેમજ ખેવના, પરબ, કંકાવટી, દસમો દાયકો વગેરે શિષ્ઠ ગુજરાતી સામયિકોમાં કવિતાઓ પ્રકાશિત. ‘સંન્નિધાન’ સંસ્થાના આયોજક તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે. ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા' (૧૯૯૫) પુસ્તક પ્રકાશિત. નાનીવયે સંશોધન અને વિવેચન ક્ષેત્રે શ્લાધનીય કાર્ય કરી સારી લોકચાહના મેળવી છે. હાલમાં પાટણ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત. (૧૧૫) સ્વામી, મનસુખભાઇ મોહનભાઇ (૧૯૩૯)
બાલ્યકાળથી વાંચન, લેખન, સંગીત, ચિત્રકલાનો શોખ. પ્રથમ કાવ્ય ‘આઝાદી’ મહાગુજરાત સાપ્તાહિકમાં પ્રકાશિત. પ્રથમ પુસ્તક ‘પાળીયા બોલે છે’ ૧૯૮૦માં પ્રગટ થયું. આજ સુધી ૩૫ થી અધિક પુસ્તકો અને ર૦૦ લેખોનું સર્જન તથા ૫૪ રેડિયો અને ૧૨ દૂરદર્શન કાર્યક્રમો પ્રસારિત. તેમનું લેખન સમાજલક્ષી અને પ્રેરણાત્મક રહ્યું છે. તેમણે ઇતિહાસ, ધર્મ લોકકથા વગેરે આધારિત સાહિત્ય સર્જન કર્યું છે. કૃતિઓ ઃ પાળિયા બોલે છે (૧૯૮૦), ધર્મની ધજા (૧૯૮૧), મોજે દરિયા (૧૯૯૫), પાટણ દર્શન (૧૯૮૫), ધર્મના બેસણાં (૧૯૯૦), જીવન સૌરભ (૧૯૯૦), અલખને ઓટલે (૧૯૯૨), નંદનવન (૧૯૮૬) વગેરે.
(૧૧૬) સ્વામી, લીલાબેન મહેન્દ્રકુમાર (૧૯૫૯)
એમ.એ.,એમ.ફીલ., એલ.એલ.બી., પીએચ.ડી. ગુજરાતની પ્રજાપતિ બહેનોમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર પ્રથમ મહિલાનું ગૌરવ તેમના શિરે જાય છે. તેમણે ‘ખાદ્યતેલ સમસ્યાનાં કેટલાંક પાસાં : સીંગતેલ અને અન્ય અવેજી તેલોનો અભ્યાસ' વિષય હેઠળ સંશોધન કાર્ય કરી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવેલ છે. તેમણે ૧૫થી અધિક લોકભોગ્ય અને સંશોધન લેખો તથા ‘રાષ્ટ્રનું રતન ઃ સશક્ત મહિલા’ (૨૦૦૧) ગ્રંથની રચના કરી છે. આર્ટ્સ કોલેજ, પાટણમાં અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત.
(૧૧૭) સ્વામી હરગોવિંદભાઇ બળીયાભાઇ (૧૯૧૭-૧૯૮૩)
સમાજ સેવક. વ્યવસાયે વકીલ. સાહિત્યમાં વિશેષ રસ-રુચિ. ‘પદમસંગ્રહ’ નામક ભક્તિપ્રધાન કાવ્યોનું પ્રકાશન. કેટલાંક નાટકોની રચના કરેલી પરંતુ અપ્રગટ
આમ આ સદી દરમ્યાન પાટણના ૧૦૧ થી વધુ સારસ્વતોએ વિવિધ ભાષા અને વિષયોમાં ઉત્તમોત્તમ ગ્રંથોની રચના કરી છે. ભાષા પ્રમાણે ગ્રંથોનું વિભાજન કરતાં ગુજરાતી ૩૦૫, સંસ્કૃત - પ્રાકૃત