________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૫
(પ્રાસાદો) અને મંદિરો છે, જેનાં ગવાક્ષો (જાળીઓ) અને અગાશીઓ શહેરની શોભામાં વૃદ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ આગાશીમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે. (શત ચંદ્ર નભ સ્તલમ્) આ શહેરમાં અને કોટિપતિઓ છે, જેના મહેલો ઉપર ધ્વજાઓ ફરકે. આ નગરનો વૈભવ ઇન્દ્ર તુલ્ય છે જે પુરંદરપુરની શોભાને ઢાંકી દે છે. યાશ્રય મહાકાવ્ય સર્ગ-૧) કીર્તિકૌમુદીમાં અણહિલપુરનું વર્ણન
કવિ સોમેશ્વર કીર્તિકૌમુદીમાં પાટણનું વર્ણન કરતાં લખે છે :
“શોભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુરનગર શોભી રહ્યું છે. તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામા હાર પહેર્યો હોય તેમ લાયે છે. શહેરની શોભા એટલી બધી સરસ છે કે જેને જોઇને લંકા શંકા કરે છે, ચંપા કંપે છે. મિથિલા શિતિલ બની ગઇ છે, ધારાનગરી નિરાધારા બની ગઇ છે, મથુરા મંદ થઇ ગયું છે. નગરમાં હિમાલય જેવાં સફેદ અને ઊંચા દેવમંદિરો છે. નગર પાસે સહસ્રલિંગ સરોવર છે. જેને ફરતાં સહસ્ર શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે.’’
વસંતવિલાસમાં વૈભવી વર્ગન
શ્રી બાલચંદ્રસૂરિ પોતાના વસંતવિલાસ કાવ્યમાં પાટણનું વૈભવી વર્ણન કરતાં લખે છે કે :‘અણહિલ પાટનગર ઇન્દ્રના નગર જેવું છે. જ્યાં લક્ષ્મી અને સરસ્વતી વિના કલશે નિવાસ કરે છે. નગરમાં અનેક દેવમંદિરો છે જેની ધંટડીઓરૂપી મુખ વડે અને ધ્વજાઓરૂપી હાથ વડે રાજ્યનાં યશોગામ ગાઇ રહ્યા છે. નગરના કોટને ફરતી ખાઇ છે, જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું રક્ષણ સારૂં થાય છે.’’
સુકૃત સંકીર્તનમા અણહિલપુરનું વર્ણન નીચે પ્રમાણે છે.
‘‘આ નગરમાં વજરાજ નામે દેવરાજા થઇ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથ નામનું મંદિર નવીન રીતે બંધાવ્યું હતું. આ નગરની પાસે ઉંચો કીર્તિસ્તંભ છે. જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે.’’
કુમારપાલ ચરિત્રમાં પાટણ દર્શન
‘‘વનરાજ સ્થાપિત અણહિલપુર પ્રતિષ્ઠાવાળુ મહાનગર છે. જ્યાંના નગરજનો પૂર્ણાભિલાષી, સંતોષી અને દેવતુલ્ય શોભાને ધારણ કરનારાં છે.’
‘‘વાદળથી વાતો કરતો એક ઉંચો કીર્તિસ્તંભ છે તેની ઉંચાઇ એટલી બધી છે કે સૂર્યનારાયણ પોતાનો ભંગ થવાથી આશંકાથી કોઇક વખત વાદળમાં પેસી જાય છે.’’
‘અહીં સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો અને મંદિરો છે. અહીંના દાન, માન, કલાકૌશલ્ય, ધર્મ, વિઘાકલા વગેરે જોઇને દેવતાઓ પણ અહીં વાસ કરવા ઇચ્છે છે.’’