________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૪
૩૭) ધન્ય ધરા પાટણની!
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્માક્ષત્રિય વનરાજ ચાવડાએ વસાવેલ પાટણનું નામ અણહિલવાડ. સોલંકી વંશમાં પાટણની જાહોજલાલી ટોચે પહોંચી હતી. અણહિલવાડનું અપભ્રંશ “અનાવાડું' આજે પણ બિસ્માર હાલતમાં ઉભું છે. મુસ્લિમ સુલતાન ઉલુઘખાને પાટણ ન ભાગ્યું હોત તો પાટણ કેવું ભવ્ય હોત તેની તો માત્ર કલ્પના જ કરવી રહી.
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના વખતમાં પાટણનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. વહીવટમાં, વાણિજ્યમાં, વિદ્યામાં અને વિધ્વંશ (શત્રુઓનો) કરવામાં પાટણનું નામ ભારતને . નકશામાં મોખરે હતું.
આવા આપણા પાટણની ભવ્યતા અનેક પ્રાચીન સાહિત્યકારોએ અને કવિઓએ પોતાની કૃતિઓમાં કરી છે. તત્કાલિન સાહિત્યકારોએ પાટણનું જે વર્ણન કરેલું છે તે રોમાંચક છે.
આ લેખમાં આવા કેટલાક ખ્યાતનામ અને વિશ્વસનીય લેખકોએ પોતાની કલમે પાટણનું વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક ફકરાઓ ઉતાર્યા છે. જે વાંચી આપણે બોલી ઉઠીએ “ધન્યધરા પાટણની
ઐતિહાસિક સાહિત્યમાં અણહિલપુર પાટણનું વર્ણન કાવ્યમય અને અલંકારયુક્ત છે. ગુર્જરેશ્વર સિદ્ધરાજ અને કુમારપાળની જીવનકથા આલેખતાં આ કાવ્યકારોએ અણહિલપુરની પણ ઝાંખી કરાવી છે.
દ્વયાશ્રય મહાકાવ્યમાં પાટણનું વર્ણન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ ‘દ્વયાશ્રય” નામનું સંસ્કૃતમાં મહાકાવ્ય લખેલ છે. આ મહાકાવ્યમાં અણહિલપુર પાટણનું સૌ પ્રથમ અને શ્રેષ્ઠ વર્ણન ૧૩૦ શ્લોકોમાં આપ્યું છે જે નીચે પ્રમાણે છે.
“ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન તેમજ લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.”
શૈર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ)ના લોકો અગ્રેસર છે.”
અણહિલપુર ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી સમૃદ્ધ નગર છે. જ્યાં વિદ્યાકલા માટે અનેક શાળાઓ છે. આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરસ્વતી પોતાના ત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો