________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૩
શ્રીપાલ શેઠ ૩ લાખ મુદ્રા સભા વચ્ચે જમા કરી પોતાના પુત્રને કેદમાંથી મુક્ત કરાવ્યો. પાછળથી સિદ્ધરાજના તથા પ્રજાની જાણમાં આવ્યું કે આ રહસ્યમય રીતે દંડ ભરવા પાછળ શ્રીપાલ શેઠે ચોરીનું માત્ર નાટક કર્યું હતું.
દાનવીર એવા શ્રીપાલ શેઠની ભાવના હતી કે પોતાની સંપત્તિ સરોવરના નિર્માણકાર્યમાં વપરાય એ માટે એમણે એમના પુત્ર પાસે રાજ્યના ખજાનામાંથી ચોરી કરાવી હતી.
સમર્થ સમ્રાટ સિધ્ધરાજે જ્યારે રાજ્યના ચોપડામાં ત્રણ લાખ મુદ્રાઓ શ્રીપાલ શેઠના નામે દંડની જમા જોઇ ત્યારે એને ખાત્રી હતી કે આવી ચોરી શ્રીપાલ શેઠ કે એમનો પુત્ર કરેજ નહિ, પણ માત્ર રાજ્યને મદદ કરવા માટે દાન આપવા માટે જ શ્રીપાલ શેઠે ચોરીનું માત્ર નાટક કર્યું હતું. હકિકતમાં દંડ એ માત્ર દાન જ હતું !
‘અહિં નિવાસ કરવાના રસલોભથી કમળા (લક્ષ્મી) શારદા (સરસ્વતી) સાથે કલહ કરતી નથી. અર્થાત્ શ્રી અને સરસ્વતી બન્ને સંપથી સાથે નિવાસ કરે છે.
܀
આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે.
અણહિલપુર પાટણ રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી શોભી રહ્યું છે.
‘ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ, ન્યાયનું સ્થાન અને લક્ષ્મીવડે સદાકાળ આલિંગિત એવું આ અણહિલવાડ નામનું નગર છે.
By