________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૨૬
સરસ્વતીપુરાણનું ઐતિહાસિક મહત્વ - ઉપર જણાવ્યું તેમ આ ગ્રંથમાં સરસ્વતી નદીના કાંઠે ગુજરાતની રાજધાની એવું પાટણનગર (અણહિલપુર પાટણ) વસેલું હોવાથી આ ગ્રંથમાં “પાટણની પ્રભુતા”નાં દર્શન થાય છે. પ્રભુતા' એટલે (૧) ગૌરવ અને પ્રભુતા એટલે (૨) દેવત્વ, આમ આ ગ્રંથમાં આ બન્ને બાબતોનાં દર્શન થાય છે.
| ગુજરાતના સમર્થ સમ્રાટ સિધ્ધરાજ જયસિંહે બંધાવેલ સરસલિંગ સરોવરમાં સરસ્વતી નદીના જળ પ્રવાહને અસાડ મહિનાની સુદી ૮ના દિવસે નહેર મારફત વાળી સરોવર છલકાવવામાં આવ્યું એનો ચોક્કસ ચિતાર આ ગ્રંથમાંથી મળે છે. (સં.વર્ષ આશરે વિ.સં. ૧૧૯૫-૯૬ હોઇ શકે)
આ ગ્રંથમાં સિધ્ધરાજ જયસિંહ વિશે, સહસલિંગ સરોવર વિશે, સિધ્ધરાજના પિતા કર્ણદેવ અને માતા મિનળદેવી વિશે માહિતી મળતી હોઇ ગ્રંથનું ઐતિહાસિક મૂલ્ય ઘણું વધી જાય છે.
સરસ્વતીપુરાણમાં સહસલિંગ સરોવરનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. આવું ઝીણવટ ભર્યું ચિત્રાત્મક વર્ણન અન્ય કોઇ ગ્રંથોમાં મળતું નથી. આપણા પાટણના મહાન સંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ સરસ્વતી પુરાણમાં આપેલ સહસલિંગનાં વર્ણનના આધારે એમાં દર્શાવેલ ભૌગોલિક વિસ્તાર, આકાર, સરોવરના કાંઠાના તીર્થો વગેરેની નોંધ સાથે સરોવરનો નકશો તૈયાર કરાવ્યો છે. આ રીતે પણ આ પુરાણ ગુજરાતના ઇતિહાસનું એક અગત્યનું સાધન છે. શ્રી રામલાલ ચુ. મોદીએ તૈયાર કરેલ નકરશો આ ગ્રંથમાં છાપવામાં આવેલ છે.
આ સરસ્વતીપુરાણની કથનશૈલી પૌરાણિક છે. ઇતિહાસ આલેખવાના દષ્ટિકોણથી ગ્રંથ લખાયો નથી. પણ ઉદ્દયાશ્રય' ગ્રંથની માફક જ એમાં પાટણના ઇતિહાસને લગતી કાચી સામગ્રી ભરપૂર પડી છે. અલબત્ત આ બધી સામગ્રીને ચકાસવાની જરૂર તો છે જ.
સરસ્વતીપુરાણનો રચનાકાળ વિદ્વાનોએ બારમા સૈકાના અંતથી તેરમા સૈકાના મધ્યભાગ સુધીમાં હોવાનું અનુમાન કર્યું છે, આમ આ ગ્રંથ પ્રાચીન તો છે જ !
ગ્રંથ પરિચય :- આ પુરાણના બધા મળી ૧૮ સર્ગો છે અને તેમાં ૨,૮૯૦ (બે હજાર આઠસો નેવુ) શ્લોક રાશી છે. આ પુરાણ સુમતિ અને માકડયના સંવાદ સ્વરૂપે છે. આ પુરાણનું સંયોજન હકિકતમાં સહસલિંગનું મહાત્મ દર્શાવવા માટે જ કરાયુ હતું. આ પુરાણમાંથી આપણે ઇતિહાસનું તત્ત્વ તારવવાનું છે. આ પુરાણમાં (૧) સિધ્ધરાજનું ચરિત્ર (૨) સિદ્ધરાજના પિતા કર્ણ તથા માતા મિનળદેવીનાં ચરિત્ર વર્ણનો (૩) બર્બરક ઉર્ફે બાબરા ભૂત વિશેનું સંશોધન (૪) પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડા વંશના ચાવડા રાજવીઓનાં ચરિત્રો (૪) કર્ણરૂપ્રાસાદ (૫) સહસ્ત્રલિંગ સરોવર વગેરે અનેક ઐતિહાસિક પાત્રો, ઘટનાઓ અને સ્થાપત્યો પર પ્રકાશ પાડે છે.
બાબરો - બર્બરક ઇતિહાસ પ્રસિધ્ધ વ્યક્તિ છે. સિધ્ધરાજે એને તંદુ યુદ્ધમાં જીતી પોતે બર્બરકજીણું' કહેવાયો હતો. સિધ્ધરાજના એક વિશ્વાસુ અંગરક્ષક તરીકે એણે સેવાઓ આપી હતી. આ બર્બરકનું કમબધ્ધ જીવન વૃત્તાંત સરસ્વતીપુરાણમાં વાંચવા મળે છે. મોટી દાઢીવાળો, વિજળીના