________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૧૪ “રાજન રાજ્યના ચાકરોને બોલાવો અને હું જેનાં ઉપર બેઠો છું તે અઢાર પાટોની થપ્પીમાંથી. વચમાંથી કોઈપણ પાટ ખેંચી લેવડાવો.” રાજ દરબારમાં બેઠેલા પહેલવાનો આગળ આવ્યા અને ઉપર ઉપરી ચઢાવેલ અઢાર પાટો પૈકીને વલી એક પાટ ખેંચી લીધી. એમ વારાફરતી એક પછી એક સત્તર પાટો ખેંચી લેવામાં આવી તે પણ સૌથી ઉપરની પાટ હવામાં લટકતી જણાઈ અને તેના ઉપર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મરક મરક હસતા બિરાજેલા સૌ જોઇ દરબારીઓ આશ્ચર્ય પામ્યા.
પાટણમાં આ રીતે શૈવ ધર્મ અને જૈન ધર્મની અનેક સાચી ખોટી ગાથાઓ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. બંને આચાર્યો મહાન હતા અને પોતે પોતાની સાધનામાં ઘણા આગળ વધેલા હતા. આવો જ એક પ્રસંગ આમાવસ્યાને પૂનમ કરી બતાવ્યાનો પણ પ્રબંધોમાં નોંધાયેલો છે.
કીર્તિ કૌમુદી)
શોભે દેવાલયો જેનાં, હિમાલય - સમ શ્રીયે, શું કીર્તિ - ફૂટ ભૂપોના, ઉપડ્યા વ્યાપિ પૃથ્વીયે
દેવાલય - પતાકાના, પવને જ્યાં ઠરે ક્ષણ,
પીડા ન પામે અરૂણ, આકરા રવિયે પણ. જે સુરાજ્ય વિશે સ્ત્રીના, મનના ચોર પૌરને, કરી પુષ્પ - શરે શીક્ષા, કરે કૈરાજ્ય કામ તે
દુર્યોધનની સેનાને, જ્યાંનાં સ્ત્રીજનમાં ન હું,
નિહાળું ફેર જે શોભે, કર્ણ - ગાંગેયથી બહુ છાંટી હાથી - મદ - જળે, રજ જ્યાં રાજમાર્ગની, નાચતા અશ્વથી તોયેં, હવે ઊંચી મદી બની