________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૧૫
૪૨
પાટણનાપૂર્ણસંત શ્રી ભાનુવિજયજી મહારાજ
પ્રા.મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણ એ તીર્થભૂમિ ગણાય છે. જૈનો, વૈષ્ણવો અને મુસ્લિમોના સેંકડો દેવસ્થાનો પાટણમાં વિદ્યમાન છે. દર વર્ષે હજારો યાત્રિકો પોતપોતાના ઈષ્ટ દેવોના દર્શન-દિદાર કરવા પાટણ આવે છે. એ જ રીતે પાટણ ઐતિહાસિક શહેર હોઇ દર વર્ષે હજારો મુલાકાતીઓ પાટણના ખંડીયરો જોવા આવે છે. પરંપરાગત યાત્રા કર્યાનો અને ચૈત્યપરિપાટી કર્યાનો લ્હાવો માણી પૂણ્ય હાંસલ કર્યાનો સંતોષ મેળવે છે.
જ્યાંથી સરસ્વતીનું અખલિત વહેણ વહી રહ્યું છે. જ્ઞાનની ગંગા જ્યાં વહી રહી છે એવા સર્વમંગલમ્ આશ્રમ પાટણની મુલાકાતે બહુ ઓછા માણસો આવે છે. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવના પથ્થરો નિહાળતા નાગરિકોને કદાચ ખબર પણ નથી કે સરસ્વતી નદીના કિનારે સાગોડીયા ગામમાં સેવાની ધૂણી ધખાવી એક મુઠ્ઠી હાડકાના પરંતુ પૂર્ણ જ્ઞાની સંત બેઠેલ છે. આ સંતનું નામ છે શ્રી ભાનુવિજ્યજી મહારાજ. તેઓશ્રી ગુરૂજી'ના હુલામણા નામે ઓળખાય છે. ગુરૂજી તરીકે અનેક ભાઈ-બહેનો સંબોધતા હોવા છતાં તેઓએ કોઇને ગુરૂ કંઠી બાંધી સત્તાવાર ચેલાચેલીયો મુંક્યા નથી. કોઇનાય ગુરૂ હોવાનો ભાર તેમના માથે નથી. તેમની પાસેથી સત્તાવાર દીક્ષા ગ્રહણ કર્યા વગર પણ તેમની પાસેથી માર્ગદર્શન પ્રેરણા મેળવતો વર્ગ આપો આપ વધે જાય છે. | સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ આ એમનો દ્રષ્ટિકોણ છે. સંપ્રદાયોના વાડા, ફીરકા અને કર્મકાંડો અલગ હોઈ શકે, પરંતુ પરમતત્ત્વ-ચૈતન્ય-પરબ્રહ્મ એક જ છે. આ લક્ષ્યને સિદ્ધ કરવાની, આ લક્ષ્યને હાંસલ કરવાની વિવિધ માર્ગો જેવા કે ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ધ્યાન, યોગ, જપ, તપ, વગેરે ગમે તે હોય પરંતુ આખરી ધ્યેય એક જ છે. મોક્ષ પ્રાપ્ત કરવો, કૈવલ્ય જ્ઞાન થવું, ગોલોકવાસી વવું વગેરે પ્રયાસો એક જ લક્ષ તરફ દોરી જાય છે. આવો ઉત્કૃષ્ટ આદર્શ લઈ જ્ઞાનયજ્ઞ માંડીને શ્રી ભાનુવિજયજી મહારાજ પાટણના પ્રાંગણમાં સર્વમંગલમ્ આશ્રમની સ્થાપના કરી બેઠેલા છે.
પાટણમાં લાખુખાડમાં આવેલા લાખેશ્વર મહાદેવ સાથે એક સાચી યા ખોટી દંતકથા જોડાયેલી છે. વૈષ્ણવ સંપ્રદાયના સનાતની આચાર્ય અને જૈનમુનિના વાદવિવાદ સાથે જોડાયેલ આ દંતકથા મુજબ અમાવાસ્યાના દિવસે જૈનમુનિએ પૂર્ણિમાનો ચંદ્ર બતાવેલો. આ ચંદ્ર માત્ર યોગબળથી બનાવેલ ગોળો છે અને બાર ગાઉના અંતર પછી આ ચંદ્ર દેખાશે નહિ. એવો પડકાર સનાતન ધર્મના આચાર્યશ્રીએ કરતાં તેનો ઘટસ્ફોટ થતાં આ જગ્યાએ એક લાખ જૈન મુનિઓનાં મૃત્યુ થયેલાં. તે જગ્યા ઉપર લાખેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાની વાત પ્રચલિત છે. આવા ધર્મઝનુની માણસો વચ્ચે શ્રી ભાનુવિજ્યજી મહારાજે પાટણને તેમની કર્મભૂમિ-તપોભૂમિ બનાવી છે.
પ્રેમનું સાક્ષાત સ્વરૂપ જોવું હોય તો ‘ગુરૂજી' ને જોવા જાવ ! આ પ્રેમતત્ત્વ વડે જ તેઓએ ચૂસ્ત સનાતનીયોના હૃદય પરિવર્તન કરી “નમો અરિહંતાણ” ગાતા કરી નાંખ્યા છે. જૈનોમાં એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણનો મોક્ષ થયો નથી. હવે પછી કૃષ્ણ જૈન કોમમાં જન્મ લેશે પછી