________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પાટણ જોઈ અમદાવાદ વચ્ચું
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.”
કુતરા જેવા ફૂર અને ઘાતકી પ્રાણી ઉપર સસલા જેવું નાનકડું અને કોમળ પ્રાણી હુમલો કરે તે બનાવ એ ધરતીનું સામર્થ્ય પ્રગટ કરે છે. વિક્રમ સંવત ૧૪૬૮ ના વૈશાખ સુદ-૭ ને રવિવારે પૂ. નક્ષત્રમાં એટલે ઇ.સ. ૧૪૧૧ ના માર્ચ મહિનાની ૪ તારીખે બાદશાહ અહમદશાહે પોતે અમદાવાદ શહેરની સ્થાપના કરવા ભદ્રના કિલ્લાનું શાસ્ત્રવિધિ અનુસાર ખાતમૂહુર્ત કર્યું હતું. આ
અમદાવાદ વસાવતાં અને શણગારતાં અણહિલપુર પાટણનો નમૂનો નજર સમક્ષ રાખો હતો. | ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલા પાસેથી ઇ.સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત કબજે કર્યું. લગભગ એક સદી સુધી અવ્યવસ્થા ચાલી. ચૌદમી સદીના અંતમાં દિલ્હીના બાદશાહનો ગુજરાત ખાતેનો સુબો ઝફરખાં પોતાનું નામ મુઝફરશાહ ધારણ કરી સ્વતંત્રથયો અને પાટણની ગાદીએ બેઠો. મુઝફરશાહ પછી એનો પૌત્ર જેને અમદાવાદ વસાવ્યું એ અહમદશાહ ઇ.સ. ૧૪૧૦ માં ગાદીએ બેઠો. પરંતુ અહમદશાહને આશાવલ (પાછળથી કર્ણાવતી) નામ બહુ ગમતું. એટલે આશાવલની નજીક જ અમદાવાદ વસાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને ઉપર મુજબ તારીખ ૪૩-૧૪૧૧ ના રોજ અમદાવાદ શહેરની શિલારોપણવિધિ ભદ્રના કિલ્લાથી શરૂ કરી.
વળી બાદશાહ અહમદશાહને આશા ભીલની દીકરી શિપ્રા અથવા તેજા સાથે પ્રેમ થયેલો અને તેની યાદગીરી રૂપે અમદાવાદ શહેર વસાવેલું એવી પણ એક લોકવાયકા છે. આસ્ટોડીયા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત રાણી સિપ્રીની મજીદ' બાદશાહે પ્રેમીકાની યાદમાં બનાવેલી છે એવી લોકવાયકા છે.
પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ વૈશાખ સુદ-૨ને સોમવાર એટલે ઇ.સ. ૭૪૬ના માર્ચ મહિનાની ૨૮મી તારીખ ગણાય છે.
પાટણની ગણપતિની પોળમાં આવેલા ગણપતિના મંદિરમાં (૧) ગણપતિની મૂર્તિ નીચે તથા (૨) બાજુમાં ઉમા મહેશ્વરની આરસની મૂર્તિ નીચે લખાણ છે તે આ લેખક જાતે જોઈ આવ્યા છે. તેમાં પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ ના ચૈત્ર સુદ-૨ને શુક્રવારના રોજ થઇ હોવાનું નિર્દિષ્ટ કરેલ છે. વાચક વર્ગે આ બન્ને શીલાલેખો જરૂર જોવા જેવા છે.
આ રીતે પાટણની સ્થાપના બાદ લગભગ ૬૬૬ (છસોહ છાસઠ) વર્ષ પછી અમદાવાદની સ્થાપના થઇ.