________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૭૧
પ્રશ્ન એ થાય છે કે, પ્રાચીન પાટણનગર પાટણમાં સંપત્તિ-લક્ષ્મી ક્યાં દટાઈ હશે ? સોનું, ચાંદી, હીરા, ઝવેરાત, રોકડ નાણું વગેરે ક્યાં દટાયું હશે ? ખોદકામ કરવાવાળાને માત્ર પથ્થરોના સ્થાપત્યોમાં જ રસ છે?
- આ કટાર લેખકનું નમ્રપણે સ્પષ્ટ મંતવ્ય છે કે, પાટણથી ૫ કિલોમીટર દૂર અનાવાડાની નજીક વડલી ગામમાં નિષ્ણાંતોની દેખરેખ હેઠળ વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવે તો અઢળક સંપત્તિ મળવા પૂરો સંભવ છે.
વડલી:
- પાટણ તાલુકાનું પાટણની પશ્ચિમે અનાવાડા નજીક નાનકડું ગામ “વલી' આવેલું છે. જ્યાં પ્રાચીન પાટણ ધરતીમાં દટાયેલું પડ્યું છે. વડલીમાંથી થોડાંક વર્ષો અગાઉ ત્રણસો જેન તિર્થંકર ભગવાનોની પ્રતિમાઓ મળી આવી હતી. સરકાર જો વડલી ગામનું ઉખનન કરે તો આખી પાટણ નગરી મળી આવે. પાટણ વિશ્વના નકશામાં ઉપસી આવે અને સરકારને મોટી આવક પણ થાય. દેશવિદેશના યાત્રિકો તેની મુલાકાતે આવે તો હુંડીયામણ પણ મળવા સંભવ ખરો !