________________
७०
યુગે યુગે પાટણની પ્રભુતા
‘દુર્લભ સરોવર’ બંધાવ્યું. આ દુર્લભસર એ જ પાછળથી સિદ્ધરાજે સહસ્રલિંગ બનાવ્યું તેવો કેટલાક વિદ્વાનોનો મત છે.
ભીમદેવ પહેલાએ બાંધેલા મહાલયો, પ્રાસાદો, મંદિરો અને સ્થાપત્યો નોંધપાત્ર છે. આ ભીમદેવ પહેલાનો એક પુત્ર બાળપણમાં ગુજરી ગયો હતો. તેથી પુત્રના શ્રેય માટે તેણે ભવ્ય ‘ત્રિપુરૂષપ્રાસાદ’ બંધાવ્યો હતો. વળી આ ભીમદેવે ‘ભિમેશ્વરપ્રાસાદ’ નામનું ભવ્ય શિવમંદિર અને ભટ્ટારિકા ‘ભિરૂઆણીપ્રાસાદ' નામનું માતાનું મંદિર પણ બાંધ્યું હતું.
રાણકીવાવ ઃ
સમર્થ સમ્રાટ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીના નામ સાથે જોડાયેલી એક વાવ બંધાવી હતી. ક્લાના સર્વોત્તમ નમૂનારૂપ આ વાવાને આપણે સૌ ‘રાણકીવાવ’ તરીકે આજે પણ ઓળખીએ છીએ. આ વાવમાં થયેલા નવિન ખોદકામથી આપણા હાથમાં ઉત્કૃષ્ટ ર્સ્થાપત્યનો બેનમૂન ખજાનો મળી આવ્યો છે. મહામંત્રી દામોદરે એક સુંદર જળના ભંડાર જેવો ‘દામોદર કૂવો' બંધાવ્યો.
લેખકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબને આ દામોદર કૂવો તથા રાણકીવાવ બતાવ્યાં હતા તે વખતે પેલું જોડકણું યાદ આવ્યું હતું કે
‘‘રાણકી વાવ અને દામોદર કૂવો,
જેણે ના જોયો તે જીવતો મૂવો’’
ભીમદેવ પહેલાના પુત્ર શ્રી કર્ણદેવ (સિદ્ધરાજના પિતા) પાટણમાં શ્રી કર્ણમેરૂ પ્રાસાદ બાંધ્યો. ત્યાર પછીના ગુર્જરાધિપતિ સિદ્ધરાજ જયસિંહના બાંધેલા સ્થાપત્યોથી કોણ અજાણ છે ? સિદ્ધરાજ માટે એક શ્લોક જાણવા જેવો છે.
“મહાલયો મહાયાત્રા મહાસ્થાનં મહાસરઃ ।''
અર્થાત્ સિદ્ધરાજે બાંધેલા મહાલયો રૂદ્રમાળ સિદ્ધરાજે કરેલ મહાન યાત્રા (પાટણથી સોમનાથની પગપાળા યાત્રા), સિદ્ધરાજે બાંધેલ મહાન સરોવર સહસ્ત્રલિંગ સરોવર, વગેરે કોઇથી ન થાય, સિદ્ધરાજે જે કર્યું તે બધું જ મહાન !
કુમારપાળનાં બે મહાન સ્થાપત્યો એક ‘કુમારપાલેશ્વર' નામનું શિવમંદિર અને બીજું ‘કુમારવિહાર’ નામનું જૈન દેરાસર ક્યાં લુપ્ત થઇ ગયાં ?
પાટણની ઉંચી હવેલીઓ અને ઉત્તુંગ શિખરોવાળા મંદિરો માટે કહેવાય છે કે, માથે પાણીનાં બેડાં લઇને રસ્તે જતી હરિણાક્ષી સ્ત્રીઓ ડોક ઉંચી કરી મંદિરની ધજાઓ તો જોવા જતાં તેમના બેડાં પડી જતાં જોઇ બજારમાં ઉભેલા જુવાનો તેમની મશ્કરી કરતા.
""
પાટણનો વિસ્તાર કેટલો ? આ બતાવવા શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના દ્દયાશ્રય કાવ્યમાં જણાવે છે કે, ‘હનુમાન લંકા કૂદતાં થાક્યા નહિ, પરંતુ તે અહીં (પાટણ) માં જો કૂદવા આવે તો જરૂર થકી જાય. સિદ્ધરાજે મહાસર સહસ્રલિંગના તટે ૧૦૦૮ શિવાલયો બાંધ્યાં વળી તેણે ૧૦૮ દેવીઓના પ્રાસાદો બાંધ્યા ત્યાં દશાવતારી દશ અવતારનો પ્રતિમા પ્રાસાદ બાંધ્યો હતો.
લગભગ સાડા પાંચ્યોહ વર્ષ સુધી રાજધાની તરીકે પાટણ હતું. આવી રાજધાની નગરી પાટણ આશરે છસોહ વર્ષ પહેલાં નષ્ટ થયું છે. હડપ્પા અને સિંધુ સંસ્કૃતિ જેવા હજારો વર્ષ વીત્યા નથી.