________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૫ કયાં ગયા પ્રાચીન પાટણના પ્રાસાદો ?
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય જિનપ્રભસૂરિ કહે છે કે, વિકમ સંવત ૮૦૨ માં લકખારામ નામના સ્થાન ઉપર અણહિલ ગોવળે નિર્દિષ્ટ કરેલા પ્રદેશ ઉપર વનરાજે પાટણ નિવેશિત કર્યું. અણહિલપુર ધીમે ધીમે વિકાસ પામ્યું. ચાવડા વંશ :- .
ભરવાડ સાખડના સુપુત્ર અણહિલ ભરવાડે સુલક્ષણ પૃથ્વી બતાવી, જ્યાં વનરાજે નગર વસાવ્યું. (કઈ જગ્યાએ કૂવો ખોદવાથી મીઠું પાણી મળશે એના જાણકારો આજે પણ મોજુદ છે.) વનરાજે રાજ્યાભિષેક કરાવ્યો અને ધવલગૃહ” બંધાવ્યું. આ ધવલગૃહ યાને રાજમહેલ કયાં હતો તેની કોઇ નિશાની મળતી નથી. આ મહાન ધવલગૃહમાં વનરાજે કંટકેશ્વરીદેવી નું મંદિર પણ બનાવેલું.
વનરાજના પુત્ર યોગરાજે ભટ્ટારિકા શ્રી યોગીરીનું મંદિર બંધાવ્યું. આહવે આગડેશ્વરપ્રાસાદ અને કેટકેશ્વરી પ્રાસાદ બંધાવ્યા. રાજા ભૂવડે ભૂવડેશ્વર પ્રાસાદ બંધાવ્યો. આ રાજાએ પાટણને ફરતો કોટ પણ કરાવ્યો. અહીંયાં આહડદેવનું પણ ચૈત્ય હતું. આ રીતે ચાવડા વંશના રાજવીઓએ પાટણમાં ધવલગૃહો, પ્રાસાદો તથા માતાના મંદિરો બંધાવ્યા. વળી વનરાજે પંચાસર પાર્શ્વનાથ નામનું મહાન જૈન દેરાસર બંધાવ્યું. સોલંકી વંશ:
સોલંકીઓએ પાટણને અતિ સમૃદ્ધ અને સુશોભિત કર્યું. સૌ પ્રથમ મૂળરાજ સોલંકીએ પાટણમાં મૂળરાજવાહિકા અને મુંજાલદેવ પ્રાસાદ નામના શૈવ મંદિરો બંધાવ્યા. આ મૂળરાજ સોલંકીના સમયમાં ધરતીના પાણી ખારા ઉસ જેવા થઈ ગયા તે મીટાવવા માટે મૂળરાજે ભવ્ય અને કલાના નમૂનારૂપ એવો ત્રિપુરૂષપ્રાસાદ બાંધ્યો હતો. આવા બેનમૂન અને જેની સાથે નામો જોડાયેલા છે એ મહાલયો, પ્રાસાદો ક્યાં લુપ્ત થઈ ગયા ?
- ચામુંડ નામના રાજવીએ પ્રાચીન પાટણમાં ચંદ્રનાથદેવ અને ચારિણેશ્વરદેવ નામના બે ભવ્ય શિખરબંધ શિવાલયો બાંધ્યા હતા જેના કોઇ નામનિશાન ડતા નથી.
મૂળરાજ સોલંકીના પૌત્ર દુર્લભરાજે ધવલગૃહને સપ્તભૂમિક સાત માળનો આલીશાન રાજમહેલમાં ફેરવ્યો હતો. હાલના આપણા નવા પાટણમાં પણ કોઇ એન્જનીયર કે શેઠીયાએ સાત માળનું મકાન બાંધ્યું નથી ! આ બહુમાળી મકાનમાં તેની સાથે જ વ્યાકરણશાળા, હસ્તિશાળા અને ઘટિકાગૃહ પણ બાંધ્યા હતા.
વનરાજ ચાવડાએ બાંધેલ સાદા ધવલગૃહને ભવ્ય પ્રાસાદ અને રાજમહેલમાં દુર્લભરાજે ફેરવ્યો હતો.
વલ્લભરાજના શ્રેય માટે મદનશંકર પ્રસાદ બાંધવામાં આવ્યો હતો અને એક સરોવર નામે