________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સોલંકી કાળની બે મહાન ધ૮નાઓ
પ્રા. મુકદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સોલંકી વંશમાં બનેલી બે મહાન ધટનાઓને દુનિયાના ઇતિહાસમાં જોઇએ એટલી પ્રસિદ્ધિ આપવામાં આવી નથી. સમગ્ર વિશ્વ પણ આ બે મહાન ઘટનાઓથી અજાણ છે. (૧) સિદ્ધરાજની સાહિત્ય સન્માનયાત્રા :
શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણ ગ્રંથને મહારાજા સિદ્ધરાજે પોતાના માનીતા હાથી શ્રીકરણ પર સોનાની અંબાડીમાં પધરાવી પાટણના રાજમાર્ગો પર ગ્રંથનું, બહુમાન કરવા શોભાયાત્રા કાઢી હતી. વિશ્વના ઈતિહાસમાં આ રીતે એક રાજવીએ વિદ્યાનું અને વિદ્યાધરોનું સન્માન કર્યું હોય એવું બન્યું નથી. સિદ્ધરાજ પોતે પગે ચાલી આ શોભાયાત્રામાં શ્રી હેમચંદ્રાચાર્યની સાથે જોડાયા હતા. ધન્ય છે આ મહાન સોલંકી સમ્રાટ સિદ્ધરાજને ! (૨) સોલંકી રાજવીઓનો ગાદી ત્યાગ: .
પાટણની ધરણી પર એવી એક અદ્ભુત ધટના બની છે કે, ઇતિહાસમાં તે સુવર્ણાક્ષરે અંકાયેલ છે. સોલંકી વંશના બાર સમ્રાટોએ મોક્ષ પામવા માટે સ્વેચ્છાએ રાજપાટ અને વૈભવ છોડી સંન્યસ્ત સ્વીકારી વનવાસને વહાલો કર્યો છે. આ છ રાજવીઓ મુગટધારી' માંથી કંથાધારી બન્યા છે. (૧) મૂળરાજ (પહેલા) (૨) ચામુંડરાજ (૩) દુર્લભરાજ (૪) ભીમદેવ પહેલો (૫) ક્ષેમરાજ અને (૬) કદિવ (સિદ્ધરાજના પિતા) આ મહાન રાજાઓ વંદનીય છે. વાઘેલા વંશ:
સિદ્ધરાજને સંતાન ન હતું. છેલ્લા રાજા ત્રિભુવનપાળ પછી પાટણની ગાદી વાધેલા વંશમાં ગઈ. વાઘેલા વંશે માત્ર ૫૬ વર્ષ વિક્રમ સંવત ૧૩૦ થી ૧૩૫૬ સુધી રાજ્ય કર્યું. વાઘેલા વંશમાં (૧) વિશલદેવ (૨) અર્જુનદેવ (૩) રામદેવ (૪) સારંગદેવ અને છેલ્લો રાજા (૫) કદિવ બીજો જે કરણઘેલાના નામથી ઇતિહાસમાં જાણીતો છે.
દેશદ્રોહી માધવે અલ્લાઉદ્દીન ખીલજીને પાટણ ઉપર ચઢાઈ કરવા પ્રેર્યો. પાટણનું પતન થયું. કરણ વાઘેલો હાર્યો પાટણમાં મુસલમાનોનું આધિપત્ય સ્થપાયું. આમ સાડા પાંચસો વર્ષ સુધી પાટણ હિન્દુ સામ્રાજ્યનું રાજધાનીનું નગર રહ્યું હતું વિ.સં. ૧૩૫૬ થી પાટણમાં મુસ્લિમ સુબાઓ રાજ્ય કરવા લાગ્યા.
આમ પાટણે સાડા પાંચસો વર્ષ સુધી હિન્દુ રાષ્ટ્રની રાજધાનીનું ગૌરવભર્યું સ્થાન ભોગવ્યું. પાટણ ભાંગી અમદાવાદ વસ્યુ. પાટણ ગાયકવાડી સત્તામાં રહ્યું. સને ૧૯૪૭ ની ૧૫ ઓગસ્ટે ભારતને આઝાદી મળતાં તેનું વિલિનીકરણ થતાં આઝાદ ભારતમાં જોડાયું. આજનું નવું પાટણ જિલ્લાનું વડુ મથક છે