________________
યુગે યુગે પાટણની પ્રભુતા
આમ સિધ્ધપુર બ્રાહ્મણો અને વહોરાઓ (જે મૂળમાં બ્રાહ્મણો જ હતા) ની વસ્તીનું નગર છે. ઇત્તર નાની મોટી કોમો પણ આજે ત્યાં વસે છે.
२७७
આજના સિધ્ધપુરમાં વોરાની હવેલીઓ જોવા જેવી છે. શાળાઓ, કોલેજો અને માર્કેડયાર્ડથી ધમધમતું નગર સિધ્ધપુર અર્વાચીન કાળમાં તેના વિખ્યાત સ્મશાન ‘મુક્તિધામ’ થી પણ વધુ પ્રકાશમાં આવ્યું છે. ફક્ત એક રૂપિયાના ટોકન ચાર્જમાં સરસ્વતી નદીના પવિત્ર કિનારે સિધ્ધપુર અને આજુબાજુના ગામડાનાં મૃતદેહોને અગ્નિસંસ્કારની ઉત્તમ વ્યવસ્થા મુક્તિધામમાં કરવામાં આવેલી છે. સિધ્ધપુરની નગરપાલિકાએ ‘“વિરાસત યાત્રા’” ‘“હેરિટેજ વોક’’ નો માર્ગ નવો નકશો પ્રસિધ્ધ કરી પ્રવાસીઓને ઉત્તમ સગવડ પુરી પાડી છે.
પ્રવાસન વર્ષમાં એક વખત સિધ્ધપુરનો પ્રવાસ કરવા જેવો છે.
સમુદ્રનું આચમન કરનાર અગસ્ત્ય ઋષિ પણ સિદ્ધરાજના આ સરોવર (સહસ્રલિંગ)નું પાન કરવાને સમર્થ નથી, તેથી યશોભંગ થવાના કારણે વિંધ્યાચલ વધવા માંડે એવું ખોટું બહાનું કાઢી આ સરોવરની પાસે પણ આવતા નથી.
(સુકૃતસંકીર્તન)
આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી સરસ્વતી દેવી જડતા ધારણ કરી નદીરૂપે અહીં વહન કરે છે અને મહરાજ સિદ્ધરાજે ખોદાવેલ તુંબડાના આકારનું સહસ્રલિંગ સરોવર તેજાણે સરસ્વતીએ ફેંકી દીધેલી. વીણા છે ત્યાંનો કીર્તિસ્તંભ તે જાણે વીણાનો ઉચ્ચ દંડ હોય તેમ જણાય છે અને તે સરોવરના તટ ઉપર ઉગેલા નાના છોડાવાઓ તે જાણે વીણાના તારો હોય તેમ લાગે છે.
(ગ્રંથિલાચાર્ય જયમંગલસૂરિ)