________________
યુગે યુગે પાટણની પ્રભુતા
જિનમંદિર બનાવ્યાના ઉલ્લેખો પણ છે.
મંત્રી આલિંગે રૂદ્રમાળ જેવો જ ‘રાજવિહાર’ નામનો ભવ્યાતિભવ્ય ચતુર્મુખ વાળો જૈનચૈત્ય બનાવ્યો હતો. જે આજના રાજપુર ગામ પાસે હોવા સંભવ છે. જૈનોનો આ રાજવિહાર રાણકપુરના જિનાલયની અનુકૃતિ સમાન હતું. આ ઉપરાંત ચૈત્યપરિપાટી મુજબ સિધ્ધપુરમાં (૧) નેમિનાથ (૨) વર્ધમાન (૩) પાર્શ્વનાથ (૪) ચંદ્રપ્રભ (૫) ચિંતામણી પાર્શ્વનાથ (૬) રાજવિહાર વગેરે ભવ્ય જિનાલયો હોવાનો ઉલ્લેખ મળે છે.
२७९
:
રૂદ્રમહાલય :- ઐતિહાસિક દૃષ્ટિએ આજનું સિધ્ધપુર રૂદ્રમહાલયથી વધુ જાણીતું છે. મૂળરાજે પોતાના જીવનકાળમાં રૂદ્રમાળનું બાંધકામ શરૂ કરેલ છે. જે સિધ્ધરાજે પૂર્ણ કર્યું હોવાનું પ્રચલિત છે. રૂદ્રમાળની પ્રશસ્તિ કવિવર શ્રીપાળે રચેલી સહસ્રલિંગ સરોવર અને રૂદ્રમાળ એ સિઘ્ધરાજના બે મહાન ઐતિહાસીક સ્થાપત્યો હતાં. મૂળરાજે સં. ૧૦૦૦માં રૂદ્રમાળનો પ્રારંભ કર્યો અને સંવત ૧૨૦૨ના માઘ કૃષ્ણ પક્ષ ૧૪ ને સોમવારે સિધ્ધરાજે રૂદ્રમાળ પુરો કર્યો અને ભગવાન રૂદ્ર-શિવની સ્થાપના કરી. રૂદ્રમાળમાં ૧૬૦૦ સ્તંભો હતા. હિરા, મોતી અને માણેકથી જડેલી અઢાર હજાર મૂર્તિઓ હતી. સવા લાખ કોતરેલી જાળીઓ હતી. સિધ્ધરાજે ચૌદ કરોડ મહોરો ખર્ચી હતી. મેરૂપર્વત જેમ રૂદ્રમાળ સોને મઢળ્યો હતો. ચાર દિશામાં ચાર દ્વાર હતાં.
રૂદ્રમાળનો ભંગ :- સં. ૧૩૫૬માં અલ્લાઉદાનતા લશ્કરે પાટણ ભાગ્યું. રૂદ્રમાળનો ભંગ પણ પ્રથમ અલ્વાઉઘાનના લશ્કરે કરેલો. મુસ્લિમો મૂર્તિભંજકો હતા. સોમનાથના વંશ વખતે રૂદ્રમાળનો પણ ભંગ થયેલો જેમ્સ બર્જેસ રૂદ્રમાળનો ભંગ અલ્વાઉધાના સુબા ઉલુઘખાને સંવત ૧૩૫૩-૫૪માં કર્યો હોવાનું જણાવે છે.
સિધ્ધપુરના પ્રભવક પુરુષો સિધ્ધપુર એ વિદ્વાનોનું નિવાસ સ્થાન હતું. સિધ્ધપુરમાં પાશુપતસંપ્રદાયના આચાર્યો રહેતા હતા. અહલ્યાબાઇ હોલ્કરે પુત્ર પ્રાપ્તિ માટે સિધ્ધપુરમાં આવી કાર્તક સુદ પૂર્ણિમાએ કેવળપુરી નામના અવધૂતયોગીની પંચાંગપૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા એમનો મઠ સ્થાપેલ.
કપિલદેવ :- સાંખ્યશાસ્રના મહાન આચાર્ય હતા. બર્બરક
બાબરા ભૂત નામથી લોકકથાનો જાણીતો અનાર્ય જાતિનો સંચાર મંત્રવિધાનો જાણકાર હતો. એનો ત્રાસ વધવાથી સિધ્ધરાજે દ્વંદ્વ યુધ્ધમાં હરાવી કબજે કરેલ.
કવિ ભીમ :- પાટણના કવિવર ભાલણના શિષ્ય કવિ ભીમે ‘“હરિલીલાષોડશકલા’’રચેલું છે. ગોપીનાથાચાર્ય, ભાનુચંદ્ર, વેદાગરાવ, બૌધાયન, ઉપેન્દ્ર શર્મા, અસાઇસ ઠાકર, લલ્લુરામ ઉર્ફે પ્રેમદાસજી, પુરુષોત્તમ સારંગધર ઠાકર, શ્રી પ્રહલાદજી કિશનચંદ, શ્રી અંબાશંકર શુક્લ, શ્રી જયદત્ત શાસ્ત્રીજી વગેરે અક્ષરના આરાધકોના નામ ધ્રુવના નારા જેવા ચમકે છે.
મહર્ષિ દેવશંકર બાપા :- અરવડેશ્વર મહાદેવમાં તપ કરી ભૂમિને પવિત્ર કરનાર શ્રી ગુરુ મહારાજ હમણા જ દેવ થઇ ગયાં.