________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२२४
અને આ કાર્ય લાંબો સમય ચાલે તેવું હોવાથી તે માટેની બધી જ વ્યવસ્થા કરીને તે માળવાનું યુધ્ધ જીતી આવ્યો. અહીંના રાજાઓએ દિગ્વિજયો કર્યા, લોક કલ્યાણનાં કામો બાંધવાની વાર્તામાંથી રાજા સિધ્ધરાજે પ્રેરણા મેળવી અને તેણે જુના દુર્લભ સરોવરને સ્થાને નવું સહસ્રલિંગ સરોવર બંધાવ્યું. જૂના દુર્લભસરોવરમાં પાણી ન રહેતું હોવાથી તેને સ્થાને જ સરસ્વતીના પ્રવાહને નહેરો દ્વારા તે તરફ વાળી લઇને ઇ.સ. ૧૧૩૪-૩૫માં સહસ્રલિંગ સરોવર જયસિંહ સિદ્ધરાજ દ્વારા બંધાવવામાં આવ્યું. આ વિશાળ અને સુંદર સરોવરનો કાંઠો ૧૦૦૮ શિવાલયો, દેવી મંદિરો અને એક દશાવતારના મંદિર અને કમલાચ્છાદિત અને હંસોથી અલંકૃત સરોવરની શોભા ત્યાં સ્થાપેલા શ્વેત આરસપહાણના ઉત્તુંગ વિજયસ્તંભને કારણે સહસ્રલિંગ શોભતું હતું. મહારાજા સિધ્ધરાજ ચાર શ્રેષ્ઠ અને પ્રશસનીય કાર્યોમાંનું સહસ્રલિંગ સરોવર એક ગણાય છે.
મધ્યયુગના ગુજરાતના ઇતિહાસમાં અણહિલપુર પાટણ સૌથી ઉંચું ડોકિયું કરે છે. પાટણના મહારાજ્યનું એક પાટનગર હતું. સમગ્ર ભારતવર્ષમાં પ્રખ્યાત હતું. પાટણની શોભા દેવનગરીંનો ખ્યાલ . • આપતી, એ પાટણ હાલ નથી. જે નવું પાટણ વસ્યું છે તે જૂના પાટણનો ખ્યાલ આપી શકે તેમ નથી, જે પાટણને રક્ષવા કરણઘેલો છેલું નિષ્ફળ યુધ્ધ લડચો તે પાટણ તો કાળના પ્રવાહમાં અલિમ છે. સિધ્ધરાજ મહારાજના સમયનો લોખંડી કોટ, ભવ્ય સહસ્રલિંગ સરોવર, ગગનચૂંબી મહાલયો, અસંખ્ય દેવાલયો, કયાંય તેનો પત્તો નથી. સારા શહેરમાં પથ્થરના ટૂકડાઓ અને ઇંટોના રોડાં જૂના પાટણની યાદમાં વેરિવખેર થઇ પોતાની વેદના ઠાલવી રહ્યાં છે.
જે પાટણને બાર-બાર ગાઉ ઘેરાવો હતો, જ્યાં ચોર્યાશી ચોક અને ચોરાશી ચૌટાં હતાં, જેમાં અસંખ્યા દેવાલયો, પ્રાસાદોને પાઠશાળાઓ હતી, તેમાં સોના રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ, રેશમ, મણિ, મોતી, હીરા, સુગંધી વસ્તુઓ, કલાકારીગરી વગેરેમાં પૃથક મોટાં બજારો હતાં, જે પાટણમાં વેદની ચર્ચાઓ થતી, જૈન ધર્મના મહાઆચાર્યે બિરાજતા, જે પાટણમાં કોટિપતિઓની ભૂંગળો ગૂંજતી, કોટિપતિઓની હવેલીઓ ઉપર ધજાઓ ફરકતી અને જે પાટણનો વેપાર એટલો બધો હતો કે દરરોજની લાખ ટકા આવક તો જકાતની આવતી. એ.સમૃધ્ધ પાટણ માનવ સાગર સમું ઉભરાતું પાટણ શણગારેલા હાથીઓ અવાર-નવાર જેના માર્ગો પર મહાલતા તે ભવ્ય પાટણ કયાં છે!
રાણીવાવના ઉંડા ખાડામાં રહેલું થોડું પાણી અને અદભૂત કારીગરીવાળી મૂર્તિઓ ભવ્ય ભૂતકાળનો અને સંસ્કૃતિનો ખ્યાલ આપવા પ્રયાસ કરે છે.
કાળચક્ર ફરી વળતાં પાટણની અવદશા થઇ એવી જ બલ્કે એથીયે ક્રૂર અને ખરાબ અવદશા ગુજરાતમાં ઠેરઠેર વેરાઇ પડેલા સોલંકીઓના સ્મારકોની થઇ છે.
જે સમયમાં અગણિત દેવાલયો, જળાશયો, કિલ્લાઓ અને કીર્તિસ્તંભો બંધાયાં, તેમનાં ઘણાંખરાં કાળના પ્રવાહમાં તણાઇ ગયાં છે. કેટલાંક અવશેષ ઉભા છે, બહુ જ થોડા સ્મારકો કાળ સામે લડીને પણ અડીખમ ઉભાં છે.
સિધ્ધપુરના રૂદ્રમાળના અવશેષો રહ્યા છે, ૧૧ માળ અને ૧૬૦૦ સ્થંભોવાળો રૂદ્રમહાલય