________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૭
વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું એ ગુજરાતના ઇતિહાસમાં જાણીતું છે.
ચાવડાઓનું રાજ્ય તે પછી લગભગ બસો વર્ષ સુધી પાટણમાં રહ્યું, પરંતુ ચાવડાઓ વિશેનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ પાટણની સ્થાપના પછી લગભગ ચારસો વર્ષ બાદ કુમારપાળની વડનગર પ્રશસ્તિ (સં ૧૨૦૮ ઈ. ૧૧૫૨) માં મળે છે. એ પહેલા વનરાજ ચાવડાના પિતા જયશિખરીની લોકકથા મળે છે. ૨૩
રાજા ભીમદેવ અને વારાંગના ચૌલાદેવીની લોકકથા પણ એટલી જ પ્રસિધ્ધ પામેલી છે.
પાટણનો છેલ્લો અને અવિચારી રાજપૂત રાજા કરણઘેલાની લોકકથા પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે.*
સિધ્ધરાજ જયસિંહના સેનાપતિ શ્રી જગદેવ પરમારની લોકકથા અતિ લોકપ્રિય છે. ૨૫ તે ઉપરાંત રાજમાતા મહારાણી મીનળદેવીની કથાઓ પણ લોકોમાં ભિન્ન રીતે પ્રચલિત છે. ૨૧
સોલંકી યુગના ઇતિહાસમાં લોકોમાં પ્રસિદ્ધ થયેલી દંતકથાઓ એવી તો શ્રધ્ધાથી વણાઇ ગઇ છે કે લોકહદય ક્યારેય ભૂલી શકે તેમ નથી. એથી જ પ્રા. ડૉ.મંજુલાલ મજમુદાર (કીર્તિનું કલંક લેખમાં નોંધે છે તેમ સહસલિંગના સર્જનની સાથે જસમા’ અને ‘માયા' ની લોકકથાઓ એવી કરૂણતાથી વણાઈ ગઈ છે કે એ લોકવર્ગના વિજ્યમાં ગુર્જરેશ્વરની કીર્તિનું કલંક જાણે ચિરંજીવ બની (ગયું છે. ૨૭
સહસ્ત્રલિંગ તળાવ ખોદવા આવેલી જસમા ઓડણ પર સિધ્ધરાજ મોહિત થાય છે પરંતુ જસમા તેને વશ ન થતાં એ શાપ દઇ મરી ગઇ. એ દંતકથાનો ઇતિહાસ આપણે કથા ગીતમાં જોયો તેવી જ બીજી કથા સિધ્ધરાજની રાણકદેવી સાથે સંકળાયેલી છે તે પણ કથાગીતકમાં જોઈ ગયા. આ બંને કથાઓના રાસડાઓ ગુજરાતમાં જગબત્રીસીએ ઘેરઘેર ગવાય છે,
- સંત વીર માયાએ પાટણમાં સહસલિંગ સરોવરમાં પાણી લાવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું એ ગૌરવગાથા દંતકથા લોકજીભે કરૂણરીતે વણાઇ ગઇ છે. જસમાના શાપથી તળાવ સૂકાઇ ગયું. શાપનું નિવારણ કરવા મંત્રીએ કે જોષીએ રાજાને ઉપાય સૂચવ્યો કે કોઈ બત્રીસ લક્ષણાનું બલિદાન અપાય તો શાપનું નિવારણ થાય અને તળાવ ભરાય આથી નગરીના એક માયા નામના વીરનું બલિદાન આપવામાં આવ્યું. મરતા મરતા માયાએ રાજા પાસેથી વચન લીધું કે તેના રાજ્યમાં હરિજનોનો હવેથી જુદા વસવાટ અને પોશાક નહી રહે.૨૮
કર્ણદેવની પણ દંતકથા પ્રસિદ્ધ છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિમાં પાટણના માનસર તળાવનો ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે પાટણના રાજા કર્ણ જોધપુર રાજ્યના પુંગલ ગામના ઓડની સ્વરૂપવાન દીકરીને રખાત તરીકે રાખી હતી. તેનું નામ માના. આ માનાનું સ્મારક રચવા તેણે “માનસર’તળાવ બંધાવ્યું હતું તેને માટે એક શ્લોક આપેલ છે.
संवत एकादशनव भाद्रशुक्लाष्टमी गुरौ । मानायाः प्रीतिकार्यायँ कृतं मानसरोवरम् ॥