________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૬ સતીનાં વેણ સુણી પાટણપતિ કોપિયો રે છેલ્લું રાણક નજરે બાળકુંવ૨તું શીશ જો
રાણક રંઠાણી, જુતાણો ગંઠિયો રે લોલ રાણકના પુત્રનો વધ કરી રાજા તેને બળજબરી પૂર્વક જૂનાગઢથી ભોગાવાને તીર લાવે છે. રાણકે સીતા, દમયંતિ, દ્રૌપદીને દાખલા આપે છે. રાણક ડગતી નથી. જમણા પગેથી આગ પ્રગટાવી ભોગાવાને આરે સતી થઇ ગઇ. એ પછી સિધ્ધરાજનો પસ્તાવો ગીતમાં આગળ પ્રગટે છે.
મોટાભાગના બહારવટિયા સૌરાષ્ટ્રમાં થઈ ગયા તેમ છતાં પાટણ પાસેના મૂળ સરિયદ ગામના વતની પાટણવાડિયો મીરખાનજી તરીકે તે ગુજરાતમાં લોકખ્યાત બનેલો.
પાટણવાડે રાઢ પઠાવી ધ્રુજાવી ગુજરાત ટેકો માટે મીરખાં! તું તો જંપ્યો નહી દિનરાત
સરિયડતો નર છે વંકો, મીરખો તારા દેશમાં બહારવટા ખેલતાં તેનું મૃત્યુ થતાં તેની અંતિમ ઇચ્છા મુજબ પાટણની ચાંદાપીરની જગ્યા પાસે દફનાવવામાં આવ્યો તેવો ઉલ્લેખ તે રાસડામાં મળે છે.
રૂપેણ કાંઠાની ધરતી પર વનરાજ ચાવડાએ ખેલેલું બહારવટું ઇતિહાસ પ્રસિદ્ધ છે. ગુર્જરથરો. અને પાટણના પાદશાહો સાથે બાખડનાર ઘોડો પણ રૂપેણ કાંઠે ખાબકયા હશે. એ બહારવટાના આછા પાતળા પડછાયા રૂપેણ કાંઠાના લોકગીતોમાં સંગ્રહાયા છે.
ઉંચાનેથી સરવરિયાની પાળ પાળે રે બેઠાં બીલાં રે લોલ બાલાં ઊઠી ગયાં અગતાશ પડ્યાં રે રિયા પગલાં રે લોલ કે પાળે ઊભો ઢોપીવાળો કરે વિસાર
શિયા ટાઢ ભેળશાં રે લોલ પાટણના ઇતિહાસ સાથે જોયેલી ઉપર્યુકત લોક ગાથાઓમાં સાહસ, શોર્ય, પ્રણય અને દાંમ્પત્ય પ્રેમનાં સીધી સરલ સ્વાભાવિક છતાં સચોટ બાની રીતિમાં સાવંત રીતે પ્રગટ થયાં છે. તે ગીતોનો ઢાળ-લય વેલો છે. અને “ટેક' ની પંક્તિ વેધક અને સતત પુનરાવર્તન પામતી રહી છે. ઉપર્યુક્ત બધાં જ રાસડાઓમાં નિરૂપિત ભાવ ઘૂંટાઈને ઘેરો બન્યો છે. આ બધા જ કથાગીતોમાં ઊર્મિ કરતાં કથાવર્ણન પરનો ઝોક લોકહૃદયમાં વિશેષ ઝીલાયો છે.
:: પાટણના ઇતિહાસ સાથે જોડાયેલી લોકકથાઓ- દંતકથાઓ :
અણહિલપુર પાટણનો સાચો ઇતિહાસ જાણવો હશે તો એ રાજવંશની લોકકથાઓદંતકથાઓ લોકસાહિત્યમાં કેવી રીતે ઝીલાઈ છે તે જાણવાથી મળી રહેશે.