________________
૧૪૨
યુગે યુગે પાટણની પ્રભુતા પહેલાં દોરેલાં રંગબેરંગી ચિત્રો જોઇ આશ્ચર્ય પામ્યો. આવાં સુંદર ચિત્રો કોણે દોર્યા હશે ? નવા પાટણમાં “ચિતારાની ખડકી” છે. આ ખડકીમાં પહેલાં ઘણા ચિતારાઓ - ચિત્રકામ કરનારાઓપેઇન્ટરો રહેતા હશે. આ ચિતારાઓની પીંછી - દાતણના કૂચા જેવી પીંછીઓ વડે જ આ ઘુમ્મટ પર લાલ, પીળા, કાળા, કીરમજી રંગોમાં દોરાયેલાં ચિત્રો ખરેખર અદભૂત છે. ઘુમ્મટના ચિત્રના વિષયો :
આ ચિત્રોનું વર્ગીકરણ નીચે મુજબ થઇ શકે
(૧) ગ્રહો (૨) નક્ષત્રો (૩) રાશીઓ (૪) ઋષિઓ-ઋષિ પત્નિઓ (૫) વિવિધ રોગદર્દનાં ચિત્રો (૬) કૃષ્ણ-ગોપીઓનો રાસ (૭) પ્રાણીઓ (૮) દીશાઓ અને ખૂણાનાં નામ પ્રમાણે ચિત્રો (૯) મૃત્યુનો દેવ યમરાજ (૧૦) રથ જેવા વાહનો, ઐરાવત, પાંચ તત્ત્વો વગેરે. આમ આ ભીંતચિત્રો માત્ર ચિત્રો જ નથી પણ પ્રજાને વિવિધ વિષયોનું જ્ઞાન આપવા માટેનું પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન
પણ છે.
વિવિધ વિદ્યાશાખા (FACULTY) નું જ્ઞાન આ ચિત્રો દ્વારા મળે છે. રામાયણ વાંઆ કરતાં સચિત્ર રામાયણ જેવાથી રામાયણનો સાર-તત્ત્વ સમજાઈ જાય એમ વેધશાળામાં તારા, નક્ષત્રો, રાશીઓ વિશે જે જાણવા મળે એ જ્ઞાન અત્રે ચિત્રો દ્વારા આપવામાં આવ્યું છે. એ જ રીતે વૈદકીય શાસ્ત્રના રોગોનાં ચિત્રો તથા રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આલેખાયેલા છે. ધર્મ, સંસ્કૃતિ, લોકજીવન, લોકોત્સવ વગેરે અનેક બાબતો ચિત્રાવલીઓમાં કંડારાયેલ છે.
આ રૂગનાથજીનું મંદિર “વૈકુંઠરાયની વાડી' ના નામથી સુપ્રસિધ્ધ છે. ડૉ. ગૌરીબેન મજમુંદાર મંદિરમાં હાજર હતા. એ એમના સીધા વારસદાર છે. ડૉ. ગૌરીબેન મજમુંદારે મંદિરનો ઇતિહાસ કહેતાં જણાવ્યું કે, “શ્રી વૈકુંઠરાય મજમુંદારે આ રૂગનાથજીનું મંદિર નિર્માણ કરાવ્યું હતું. અને મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, જાનકી સહિત સામે ઉભા મારૂતિ નંદન હનુમાનની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામજી મંદિરની બાજુમાં એક શિવાલય પણ છે.” *
રૂગનાથજી - રામજી મંદિરના મંડપ ઉપરના ગોળ ઘુમ્મટની છત પર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના ચિત્રાવલીનાં દર્શન થાય છે. રાસલીલાનું ચિત્ર ખરેખર હુબહુ છે.
હેજ નીચેના ભાગમાં ઘુમ્મટની છતમાં જ ભગવાન શ્રી રામજીની સામેજ સૂર્યનારાયણ રથમાં બિરાજમાન દૃષ્ય થાય છે. સૂર્યનું રથ સાથેનું વિશાળ ચિત્રકામ સુંદર છે.
બાજુમાં મંગળ (ગ્રહ) પણ રથમાં બિરાજે છે. આ મંગળ ગ્રહની આગળ “પુત્રાથી એક મહિલા પુત્ર માગે છે. ખેડુત વરસાદ માગે છે, એક વ્યક્તિ ધાન્ય માગે છે. આ બધાંજ ચિત્રો જીવંત લાગે છે.
બાજુમાં શનિશ્ચર (ગ્રહ) પણ રથમાં સવારી કરે છે. સામે બે પનોતી ઉભેલી જણાય છે. આ ચિત્ર પાસે જ (૧) મકર અને (૨) કુંભ બન્ને રાશીઓનાં ચિત્રો દોરેલાં છે.
બાજુમાં રાહુ (ગ્રહ)નું ચિત્ર છે. એમાં એક ઉદ્દે શબ્દ લખેલો છે. બાજુમાં અર્ધનારીશ્વરનું સુંદર ચિત્ર છે. એમાં જોડે નંદી અને મહર્ષિ નારદ પણ દોરેલા છે. બાજુમાં ચંદ્રમા (ગ્રહ)નો રથ છે.