________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૪૩ બાજુમાં માથા વગરનો કેતુ (ગ્રહ) પણ રથમાં બિરાજેલ છે. એની જોડે બુધ (ગ્રહ) અને શુક (ગ્રહ) પણ રથમાં બેઠેલા દેખાય છે.
બાજુમાં બૃહસ્પતિ (ગુરૂ) ગ્રહ રથમાં છે. એમનો રથ અનેક સુંઢોવાળો ઐરાવત હાથી ખેંચી રહ્યો છે. આમ બધીજ રાશીઓના ચિત્રો તેમના નામ પણ હિન્દીમાં લખેલાં સ્પષ્ટ દુષ્યમાન છે.
રાશીઓનાં રથ સાથેનાં ચિત્રો તથા તેના નામ લખેલાં છે વળી બધાજ નક્ષત્રોનાં ચિત્રો તેમનાં નામ સહિત વર્ણન આપવામાં આવ્યું છે.
ઘુમ્મટની છત પર “આકાશ દર્શન” કરાવવામાં આવ્યું છે અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ દર્શનાર્થીઓને કરાવવામાં આવ્યું છે. આ બધા જ નક્ષત્રો એક પૈડાની સાયકલ પર બતાવવામાં આવ્યા છે.
બીજા વિશિષ્ટ ચિત્રો પણ જોવા જેવો છે દા.ત. માણસને રોગ થાય તો આપણે રોગને માત્ર રોગનાં નામથી જ ઓળખીયે છીએ. છત ઉપર રોગોનાં ચિત્રો તેના નામ સાથે દર્શાવવામાં આવ્યા છે. દા.ત. (૧) તાવ રોગનું ચિત્ર (૨) ખઈ રોગ અથ ટી.બી. રોગનું ચિત્ર (૩) કોગળીયુ રોગનું ચિત્ર (૪) જલંદર રોગ (પેટમાં પાણી ભરાઈ જવાનો રોગ) આમ રોગોનાં નામ સાથે એનાં પ્રત્યક્ષ ચિત્રો મને તો પહેલીવાર જોવા મળ્યાં.
ઘુમ્મટની છત પર રક્તપીત, કમળો, ભગંદર, સુંટી (કેડમાંથી વળી જવાય એવું ટહકીયું) જેવા રોગોના ચિત્રો જનતાને ઘણું જ્ઞાન આપે છે.
ચિત્રાવલીમાં મૃત્યુના દેવ, પાડા પર બિરાજેલા સાક્ષાત યમરાજ પણ દેખાય છે.
કેટલાક વિશિષ્ટ ચિત્રો (૧) કશ્યપ ઋષિ (૨) વિશ્વેશ્વર (૩) અત્રીષિ - અનસુયાજી (૪) જમદગ્ન (૫) વિશ્વામિત્ર વગેરે ઋષિઓનાં ચિત્રો પણ તેમની ઓળખ આપતા નામ સાથે દુષ્યમાન છે.
મનુષ્ય દેહનાં પાંચ તત્ત્વો (૧) આકાશ (૨) અગ્નિ (૩) તેજ (૪) વાયુ (૫) પૃથ્વીનાં પણ ચિત્રો દોરેલાં છે અરુંધતી, દક્ષ પ્રજાપતિ, વરૂણ, કશ્યપ, વિશ્વામિત્ર, વિષ્ણુ વગેરે અનેક શાસ્ત્રોમાં દર્શાવેલ દેવી-દેવતાનાં ચિત્રો દોરેલાં છે.
- રંગમંડપની બાજુની ઓરડીની છત પર (૧) હરણ (૨) વાઘ (૩) સર્પનો પાશ (૪) અપ્સરા વગેરે ચિત્રો દોરેલાં છે.
આ બધાંજ ભીંતચિત્રો લોકશિક્ષણનું કામ કરે છે પાટણનાં આ ભીંતચિત્રો આપણા સનાતન ધર્મનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન અને ગૌરવવંતી પાટણની પ્રભુતાને ઉજાગર કરવાનું કામ કરે છે.
આ ભીંતચિત્રો પાટણના ભવ્યભૂતકાળનું સુંદર સોપાન છે. અનેક શિવાલયો, મંદિરોમાં દોરાયેલાં માહિતી આપતાં આ ચિત્રો નવારંગરોગાનમાં અલોપ થઈ ગયાં છે. આપણો અણમોલ ખજાનો અદૃષ્ય થઇ રહ્યો છે. જે શેષ બચ્યું છે તેના ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી કરાવી યુનિવર્સિટી, પુરાતત્વખાતું, વહીવટી તંત્ર કે નગરપાલિકાએ સાચવી રાખવું જોઇએ. .
યુગે યુગની પાટણની આ પ્રભુતા સાચવવા જાગૃત નાગરિકો આગળ આવે. ગયું તે કાયમ માટે ગયું ! જે બચ્યું છે એ સચવાય તો પણ ઘણું! આવા ભીંતચિત્રોનો પરિચય સાથેની એક સ્વતંત્ર પુસ્તીકા બહાર પાડવી જરૂરી છે. તો જ આ પ્રભુતા જળવાય !
'
ર
,