________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૭
પાટણની પ્રભુતાને ઉજાગર કરતાં અનોખાં અને અનુપમ ભીંતચિત્રો
૧૪૧
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
ચિત્રો દોરવાની કલા અનાદિ કાળથી ચાલી આવે છે. માણસમાત્ર ચિત્રકલાનો પ્રેમી છે. જે વસ્તુ મોટા મોટા ગ્રંથો લખી વર્ણવી ન શકાય એ જ વસ્તુ એક નાનકડા ચિત્ર દ્વારા વ્યકત કરી શકાય છે. કાર્ટૂન ચિત્રો દ્વારા કલાકાર મોટા મોટા નેતાઓની ઠેકડી ઉડાવી શકે છે, અને કહેવાનું બધુંજ એ કહી નાખે છે. આજની ફોટોગ્રાફી એ ચિત્રકલામાંથી જ પરિણમી લાગે છે.
સામાન્ય રીતે ચિત્રો કાગળ, કાપડ, તાડપત્ર કેનવાસ પર દોરવામાં આવે છે. જ્યારે કેટલાક કલાકારોએ ભીંત ઉપર, દીવાલો ઉપર, છત પર, દરવાજા પર એમ પણ દોરેલાં ચિત્રો નજરે પડે છે. આપણા પાટણના સુપ્રસિધ્ધ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં જે ગ્રંથો સંગ્રહ કરવામાં આવ્યા છે તેમાં નાનકડા તાડપત્ર પર કલાત્મક રંગબેરંગી ચિત્રો દોરેલાં જોવા મળે છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યે રચેલ ‘સિધ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની હાથી પર સન્માન યાત્રા, આચાર્ય હેમચંદ્ર પરમાર્હત કુમારપાળ મહારાજાને ઉપદેશ આપતા, આવાં અનેક રંગબેરંગી ચિત્રો આજે પણ જળવાઇ રહ્યાં છે. એજ રીતે પોતાના નગરમાં ચાતુર્માસ ગાળવા માટે અપાતા નિયંત્રણો મોટા મોટા પટ પર ચિત્રો દોરી આચાર્ય ભગવંતોને પાઠવવામાં આવતા.
મીનળદેવીનું ચિત્ર જોઇને જ કર્ણદેવ સોલંકી મોહિત થયો હોવાની વાત પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. ચિત્રસૂત્રમાં જણાવ્યું છે કે, ‘“બધી જ કલાઓમાં ‘‘ચિત્રકલા’’ શ્રેષ્ઠ છે. ચિત્રકલાની શાસ્ત્રોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે, (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ એ ચારે પુરુષાર્થ ચિત્રકલા દ્વારા સિધ્ધ થાય એવી માંગલકારી છે. ॥ चित्रं हि सर्व शिल्पानां मुखं लोकस्य च प्रियम् ॥
અર્થાત્ તમામ પ્રકારના શિલ્પોમાં અગ્રણી- મુખ્ય ચિત્ર છે અને લોકોને ગમતો, જનતાને પ્રિય એવો ‘ચિત્રકલા’એ વિષય છે. પાટણના શ્રેષ્ઠીઓ પોતાને રહેવાની હવેલીઓમાં તિર્થંકર ભગવાનોના જીવનપ્રસંગોના ચિત્રોથી સુશોભિત કરતા હતા. આમ પાટણમાં જનસમાજમાં ચિત્રકલાની રૂચિ સેંકડો વર્ષથી છે.
નવા પાટણમાં, કોટ અને દરવાજાની અંદર વસેલા પાટણનાં કેટલાક મંદિરોની દિવાલો, તથા છત ઉપર વર્ષો પહેલાં દોરાયેલાં રંગબેરંગી ચિત્રો જોવા મળે છે. કેમીકલ કલર શોધાયા પહેલાંના વેજીટેબલ કલરમાં મંદિરની છત, મંદિરના વિશાળ ગોળ ઘુમ્મટમાં દોરાયેલા ચિત્રો ખરેખર દર્શનીય છે. ચિત્રોની કલા તો ઉત્તમ પ્રકારની છે જ પણ ચિત્રના જે વિવિધ વિષયો છે એ તો અદ્ભૂત છે.
નાગરવાડા વિસ્તારમાં, વરીયારી વાડામાં આવેલ એક પ્રાચીન “રામજી મંદિર'' આવેલ છે આ મંદિરની તા. ૨૬/૮/૨૦૦૮ના રોજ મેં મુલાકાત લીધી. મંદિરના વિશાળ ગોળ ઘુમ્મટમાં વર્ષો