________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૩૧
કાલિકા માતા -
કનસડા દરવાજા બહાર સહસ્ત્રલિંગ સરોવર જવાના રસ્તા ઉપર જૂના અને નવાં કાલિકા માતાનાં સ્થાનો આવેલાં છે. આ કાલિકા માતાનાં મંદિરો સરોવરનાં પૂર્વ કિનારે જ્યાં પ્રાચીન કીર્તિ સ્તંભ હતો. તેની પાસે છે. તેમાં જૂનાં માતાજીનું સ્થાન તો જૂના પ્રાચીન કોટમાં છે. આ માતાજીનાં સ્થાનની સાથે ત્યાં આવેલા અણહિલપુરનો ઉંચો કોટ પ્રાચીન કાળમાં કોટ કેવા પ્રકારના માપના બનતા હતા તેનું દર્શન કરાવે છે. પ્રાચીન કાળકા માતાનું મંદિર અર્વાચીન હોઇ તેના થાંભલા પ્રાચીન મંદિરના છે અને તેમાંના એક થાંભલા ઉપર સંવત ૧૩માં સૈકાનો લેખ પણ છે. આ લેખ ઉપરથી તે વસ્તુપાળના કુટુંબના મકાનના થાંભલા હોવાનું મનાય છે. નવી કાલિકાનું મંદિર અઘોરી બાવાજીના તાબે છે. તેમાં માતાજીનાં સ્થાન ઉપરાંત એક જૂનું પથ્થરનું માથું (માત્ર મસ્તક) છે. જે જગદેવ પરમારનું હોવાનું કહેવાય છે. બારોટની વાવ -
ત્રિકમ બારોટની કે બહાદુરસંગની વાવ કે જે બારોટની વાવ નામે ઓળખાય છે તે ઇનામદાર બારોટ અમરસિંહજીના પૂર્વજના નામે જાણીતા છે. આ વાવ ગાયકવાડના અમલ દરમ્યાન સંવત ૧૮૬૨ થી ૧૮૬૫ માંથી જૂના સહસલિંગના પથ્થરોમાંથી બનાવાયેલી છે. વાપી વિધાન પ્રમાણે તેની રચના છે, પણ તેની વિશેષતા તો તેમાં વપરાયેલા પ્રાચીન સ્થાપત્યોના પથ્થરોને લીધે છે. નાશ પામેલા જૂના અવશેષના કેટલાંક શિલ્પો વગેરે તેમાંથી જોઈ શકાય છે. આજે વાવોની જરૂર ઓછી થતાં તે પણ ખરાબ હાલતમાં છે. પાટણનું હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર -
હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર એ પાટણનું, પાટણના ગત ગૌરવના અમુલ્ય વારસાનો સંગ્રહ ધરાવતું અનન્ય તીર્થધામ છે. ગ્રંથ ભંડારો બનાવવાની પરંપરા પ્રાચીન કાળથી જ હતી અને સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજવીઓએ કરોડોને ખર્ચે પાટણમાં ગ્રંથ ભંડારો બનાવ્યા હતા. આ જ્ઞાન મંદિર પંચાસરા પાર્શ્વનાથ પાસે સુંદર ભવનમાં આવેલું છે. આ મંદિર બન્યું તે પહેલાં પાટણના સરસ્વતીના ઉપાસકોએ રચેલા કે સંગ્રહિત કરેલા અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથો જુદા જુદા ઉપાશ્રયોના ભંડારોમાં હતા. કાળ બળે આ અમૂલ્ય ગ્રંથો સાચવવાની આપણી સુઝને અભાવે કેટલાય ગ્રંથો નાશ પામ્યા. પણ આગમ પ્રભાકર શ્રી પુણ્ય વિજયજી મહારાજની સલાહ અને સૂચનાથી આ જ્ઞાન ભંડાર રચાયો અને તેમાં જુદી જુદી જગ્યાઓથી ગ્રંથો લાવી તમામ ગ્રંથોનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સુચીપત્ર વિગતવાર તૈયાર કરી સંગ્રહવામાં આવ્યો છે. આ જ્ઞાન મંદિરનું મકાન પણ પૂર્વપશ્ચિમ સંમિશ્રણરૂપ વિશિષ્ટ સ્થાપત્ય છે. બેલ્જિયમના વિખ્યાત સ્થપિત શ્રી ગેસ્વરે જ્ઞાન ભંડારોને શોભે તેવું ભવ્ય સ્થાપત્ય રહ્યું છે. આ મકાનને 'ફાયરપ્રુફ બનાવાયું છે. આનું ઉદ્ધાટન ઇ.સ. ૧૯૩૯ માં શ્રી ક.મા. મુનશીના વરદ હસ્તે થયું હતું. હાલમાં આ ભંડારમાં બધા જ ગ્રંથો સ્વતંત્ર લાકડાના બોક્ષમાં જંતુનાશક દવાઓ મૂકીને રાખવામાં આવ્યા છે. તેમાં ૨૦૦ તાડપત્રીય, ૨૦000 હસ્તલિખિત અને ૧૨૦૦ છાપેલા ગ્રંથો છે. અગિયારમી સદીથી અત્યાર સુધીના સોનેરી, રૂપેરી કે સામાન્ય કાળી લાલ શાહીથી લખાયેલાં કેટલાંક