________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૭
સદસલિંગ સરોવરનાં તીર્થો અને કીર્તિસ્તંભ
પ્રા. માનદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના વતની, જ્ઞાતિએ દશા વાયડા વણિક અને વ્યવસાયે શિક્ષક એવા ઇતિહાસ અને પુરાતત્ત્વના ઉત્તમ સંશોધક સદ્ગત શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ કેટલાક ગ્રંથો અને દોઢસો જેટલા સંશોધનાત્મક લેખો લખેલા છે. સ્વ. શ્રી રામલાલભાઈએ ભારે જહેમત લઈ “સરસ્વતી પુરાણ” નામના ગ્રંથ ઉપરથી સહસ્ત્રલિંગ સરોવરનો એક નકશો તૈયાર કરાવ્યો હતો. (જે લેખક પાસે છે.)
સ્વ. રામલાલભાઈ મોદીએ તૈયાર કરાવેલ તે નકશો જર્જરિત હાલતમાં મને મળી આવતાં તે નાનકડા જુના નકશા ઉપરથી તેની મોટી (એનલાર્જડ) કોપી તે જ માપના સપ્રમાણથી પાટણના નવયુવાન અને કુશળ એજીનીયર શ્રી અશ્વિન જે. ગાંધી (બી. ઇ. સીવીલ) પાસે તૈયાર કરાવી છે. કોઇપણ જીજ્ઞાસુ વાચકને પાટણના આ ઐતિહાસિક અને ગૌરવંતા સહસ્ત્રલિંગ સરોવરનો પ્લાન જોવો હોય તો આ ગ્રંથના લેખકને મળી શકે છે.
આ નકશા મુજબ સરોવરનો આકાર લંબચોરસ માનવામાં આવ્યો છે. પાટણ-કાકોશી રેલ્વે લાઇન આ સરોવરની બરાબર (પૂર્વ-પશ્ચિમ) પસાર થાય છે. આ રેલ્વેના પાટા હવે ઉખેડી નાખવામાં
આવ્યા છે.
- રાણીના મહેલના નામે ઓળખાતા ટેકરા ઉપરથી ઇમારત નકશા મુજબ બરાબર સરોવરની મધ્યમાં આવેલ બકસ્થળ હતું. એમ શ્રી મોદીનું માનવું છે. અમદાવાદ કાંકરીયા તળાવમાં જેમ વચ્ચોવચ નગિનવાડી આવેલ છે. એ જ રીતે સરોવરની મધ્યમાં જ ‘વિંધ્યવાસીની દેવી'નું મંદિર બહું ઉંચું હતું. સરોવરી મધ્યમાં આવેલા ઉંચા ટેકરા ઉપરનું આ દેવીનું મંદિર નાશ પામ્યું છે, પરંતુ ઉંચો ટેકરો હાજર છે. આ ટેકરા ઉપરના ખંડીયેરમાં કેટલીક કબરો બનાવવામાં આવી હતી. વર્ષોથી આ ટેકરાને લોકો “માયા ટેકરા” ના નામથી ઓળખાવા માંડ્યા છે. ત્યાં અત્યારે વણકર સમાજનો “માયામેળો” પણ ભરાય છે. વીરમાયાનું ભવ્ય સ્મારક પણ હાલમાં બનાવવામાં આવ્યું છે.
આ સરોવરના કાંઠે તેના નામ પ્રમાણે અને હજાર શિવાલયો તો હતાં જ. આ ઉપરાંત સરોવરના કાંઠે બીજાં અનેક તીર્થ અને પ્રાસાદ આવેલા. તેનો ઉલ્લેખ દ્વયાશ્રય” કાવ્ય અને સરસ્વતી પુરાણ'માંથી મળી આવછે છે. બાજુના કુવામાંથી મળતો ઉગ્ન શરીર પર ચોપડવાથી ઠંડી લાગતી ન હતી. એવો એક પ્રબંધમાં ઉલ્લેખ છે. સરોવરના તીર્થો :
(૧) સંગમતીર્થ (૨) જળાશાયી વિષ્ણુ સરોવરના કાંઠે શેષાશાયી ભગવાનની મૂર્તિ હોવાનો નિર્દેશ છે. આવી કેટલીક મૂર્તિઓ નવા ખોદકામ દરમ્યાન રાણીની વાવમાંથી મળી આવી છે. હરિહર પાસેના બ્રહ્મકુંડમાં પણ આવી મૂર્તિઓ બીરાજમાન છે. (૩) દશાશ્વમેઘતીર્થ (૪) જાંગલતીર્થ (૫)