________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫ર
manuscripts (New Delhi, 1998). Contribution of Gujarat to Sanskrit Literature (Patan, 1998,), ઉચ્ચ શિક્ષણમાં ગ્રંથાલયોની ભૂમિકા (૧૯૯૮) અમૃત તુ વિદ્યા (૧૯૯૮), પાટણની શ્રી અને સંસ્કૃતિ (૨૦૦૦) (મહેન્દ્ર ખમાર સાથે સંપાદન), મોહનલાલ પટેલ અધ્યયન ગ્રંથ (૨૦૦૧), અમૃતપર્વ (૨૦૦૧) વગેરે. ગ્રંથાલયશાસ્ત્ર હસ્તપ્રતવિધા તથા વિષયક અંગ્રેજી તથા ગુજરાતીમાં ૨૦ લેખોનું પ્રકાશન, હમલોગ દૈનિકમાં પાટણના સાહિત્યકારો વિશે કટાર લેખન. (કુ.વલ્લરીબેન મજમુદાર, સહલેખક). ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાક્ષિક વૃત્તપત્ર ઉદીએ' તથા સંશોધન પત્ર ‘આનર્ત’ ના. સંપાદક. ૭૫ પુસ્તકોની સમીક્ષાઓ પ્રકાશિત. (૬૩) પ્રણવતીર્થ સ્વામી (૧૯૦૦-૧૯૭૦).
મૂળનામ રમેશનાથ ગૌતમ. પિતા : રંગનાથ ઘારેખાન. અંગ્રેજી તથા સંસ્કૃત ઉપર પ્રભુત્વ. અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. રંગુનમાં નિવાસ દરમ્યાન સમાચાર પત્રનું પ્રકાશન. સંસારમાંથી અચાનક રસ ઉઠી જતાં સ્વામી સ્વયંજ્યોતિ તીર્થ પાસેથી દીક્ષા લઇ સંન્યાસી થયા અને નામ રાખ્યું સ્વામી . પ્રણવતીર્થ. તેમનો મોટો શિષ્ય સમુદાય દક્ષિણ આફ્રિકામાં છે. ઝામ્બીયામાં અવસાન. પત્રકારત્વ, પ્રવાસ, ધર્મ અને દર્શન વગેરે વિષ્પક ૨૦ થી અધિક પુસ્તકોનું પ્રકાશન. આ પૈકી વૃત્તિવિવેચન (૧૯૪૫) ઉત્તરાપથ, કલાસ, કહેવત-કથાનકો, પાંચદશી તાત્પર્ય, ગીતા રસાયણ, વેદાન્તનો શબ્દકોશ, સાધના ઝાંખી વગેરે ઉલ્લેખનીય છે. ' (૬૪) બારોટ, ડાહ્યાભાઇ મોતીલાલ વકીલ (૧૯૧૩-૧૯૮૧).
જન્મ : જંગરાલ (તા. પાટણ), નિવાસ: પાટણ. પાટણ હાઇસ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી થોડોક સમય મુલકી અને શિક્ષણ ખાતામાં નોકરી, ત્યારબાદ વડોદરા રાજ્યની વકીલાતની પરીક્ષા પસાર કરી એક બાહોશ અને સફળ વકીલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ભારત છોડો આંદોલનમાં સક્રિય ભૂમિકા અદા કરવાથી સિદ્ધપુરમાં જેલવાસ વેઠવો પડ્યો. આ દરમ્યાન ગીતાનો આકંઠ અભ્યાસ કર્યો. કાવ્યશાસ્ત્ર, સાહિત્ય અને અધ્યાત્મમાં પ્રકાશન. પાટણ સાહિત્ય સભાના ઉપક્રમે મહાકવિ નાનાલાલને પાટણમાં આમંત્રી વ્યાખ્યાનોનું આયોજન પણ કરેલ. ઉત્તરાવસ્થામાં પૂજ્ય ભાનુવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્કમાં આવતાં ગુરુજીનાં ગીતા વિષયક વ્યાખ્યાનો સાંભળ્યા બાદ તેને છંદોબદ્ધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. કૃતિઓઃ કાક ભૂખંડી સંવાદ (રાજકીય કટાક્ષ સંબંધી દીર્ઘકાવ્ય કે જે એકદૈનિકમાં હપ્તાવાર પ્રકાશિત), દક્ષગીતા (૧૯૯૯), શ્રીમદ્ ભગવતગીતાનો સ્વપજ્ઞ ટીકા સહિત હરિગીત છંદમાં સમશ્લોકી ભાષાંતર. ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે અર્વાચીન ગુજરાતી ભાષામાં સમગ્ર ગીતાનું આવું પધાત્મક ભાષાંતર અને તેનું સુબદ્ધ પધ-વિવેચન મને જાણ છે ત્યાં સુધી અદ્વિતીય છે.' (૬૫) બારોટ, જેશંગલાલ લાલજીભાઈ
‘ઇન્દુકુમાર’ ગ્રંથની રચના. (૬૬) બાદુલ્લા, હિમ્મતલાલ
“પૂર્ણિમા' ના તંત્રી. ઉપરાંત થોડાંક પુસ્તકોની રચના.