________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૨૧
વસાવવા માટે શૂરવીર ભૂમિની શોધ કરનાર વનરાજ ચાવડાને ભૂમિ બતાવનાર અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ નામ પડયું. આણહિલપુર પાટણે લગભગ ૫૫૦ વર્ષ સુધી ગુજરાતના પાટનગર તરીકેની ઉજજવળ કારકીર્દી ભોગવી. ઈ.સ. ૧૩૦૪માં દિલ્હીના સુલતાને પાટણ પર ચઢાઈ કરતાં અણહિલપુર પાટણનો ધ્વંશ થયો અને ત્યારબાદ ગુજરાત પર દિલ્હીથી મોકલાતા સુબાઓનું રાજ્ય ચાલતું. હાલના નવા પાટણની સ્થાપના ગુજરાતના સુબા ઝફરખાને કરી હતી.
પાટણની ભવ્ય જાહોજલાલી ત્યારબાદ પાટણના ધ્વંશ અને ફરી પાટણ નગરની રચના નવા સ્થાપેલા પાટણના વિકાસમાં સતત ચઢાવ ઉતાર આવતાં હતાં. અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરતાં પાટણની વિકાસયાત્રા ધીમી ગતિએ રહી, પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં પાટણનો અવિરત વિકાસ થતો રહ્યો. ખાસ કરીને શિક્ષણ, મેડીકલ, અને ઔદ્યોગિક ક્ષેત્રે અવિરત વિકાસ થયો. ઉચ્ચ કક્ષાની તબીબી સેવા માટે આજે પણ આ વિસ્તારમાં પાટણ સુવિખ્યાત છે. જ્યારે શિક્ષણક્ષેત્રે બધી કોલેજો અને છેલ્લે ૧૯૮૬માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મળતાં વણથંભી વિકાસ કૂચ રહી છે. સઘળા વિકાસની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસની ઉમદા તકો ઊભી થઈ છે.
પાટણ તાલુકામાંથી જિલ્લો બનતાં જિલ્લા વહીવટી કક્ષાની સરકારી કચેરી, કોર્ટ વગેરે પાટણ ખાતે આવતાં આજુબાજુનાં ગામડાઓમાંથી લોકોની અવરજવર સતત વધતી રહી. પાટણ આજે ઉત્તર ગુજરાતનું મુખ્યમથક બની રહ્યું છે. શતાબ્દિ પહેલા ૬ કિ.મી.ના ઘેરાવામાં આવેલું પાટણ આજે લગભગ ૧૮ કિ.મી.માં વિસ્તરેલું છે. તે સમયે ૩૦,૦૦૦ વસ્તી ધરાવતું શહેર આજે ૧,૫૦,૦૦૦ થી વધુ જનસંખ્યા ધરાવે છે.
છેલ્લા ૧૦૦ વર્ષથી પાટણની વિકાસયાત્રા સતતુ તેજ ગતિએ ચાલી રહી છે. નવા પાટણની રૂપરેખા અણહિલપુર પાટણ સંપૂર્ણ જીર્ણ થઈ જતાં નવું કિલ્લેબંધી શહેર વસાવવામાં આવ્યું. શહેરને ફરતે ૧૨ દરવાજા સહિત કિલ્લો બનાવવામાં આવ્યો. પાટણમાં જાણીતો આ કોટ સુબા ઝફરખાને બંધાવ્યો હોવાનું કહેવાય છે. આ કોટ બંધાવવામાં અણહિલપુર પાટણનાં ખંડેરોના જ પથ્થરો વપરાયા હોવાનું જણાય છે. આ દરવાજા અને જિલ્લાઓમાં પ્રાચીન પાટણનાં કેટલાંય મહાલયો, મંદિરોના અવશેષો જેવા કે સ્તંભો, દ્વારશાખાઓ, શિખરના ભાગો, ખંડિત-અખંડિત પ્રતિમાઓ ચોંટાડેલી સ્પષ્ટ જોવા મળે છે.
આજે આ નગરમાં કુલ ૧૧ દરવાજા પૈકી (૧) બગવાડા, (૨) ખાનસરોવર, (૩) ફાટીપાલ, (૪) અઘારો, અને (૫) છીંડીયો દરવાજા વિદ્યમાન છે. જેમાંના ૫ આજે પણ પ્રાચીન અવશેષરૂપ મોજુદ છે. જ્યારે બાકી દરવાજા તન પરાસ્ત થઈ ગયા હોવાથી તેનું નામોનિશાન રહેવા પામ્યું નથી. આ દરવાજાઓમાં નામ તેની નજદીકમાં આવેલા મંદિર, મસ્જિદ, તળાવ કે કોઇ ઐતિહાસિક પ્રસંગો પરથી પાડયા હોવાનું સમજાય છે. જેમ કે સહસ્ત્રલિંગ સરોવરની પાળ નદીના ફરતે ફાટી ગઇ હતી. જેથી અણહિલપુરનો વિનાશ થયો હતો તેમ કહેવાય છે તે હકીકતનું સમર્થન “ફાટીપાળ દરવાજા” પરથી મળે છે. ગુજરાતનો છેલ્લો હિન્દુ સમ્રાટ કર્ણધેલો પરાસ્ત થતાં આ દિશાના કોઇ દ્વારથી નાસી ગયો જેથી તે દ્વારનું નામ કનસડો (કર્ણશ) પડ્યું હોવાનું કહેવાય છે. બગવાડા દરવાજો બગેશ્વર