________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧૨
મેં જે સ્વપ્નમાં લવારો કર્યો તે ખોટો છે. હું કદાપિ કલિંગમાં ગયો નથી, એમ કહેતો બ્રાહ્મણ જ્યાં આપથી પરીક્ષાયો હતો તે આયતન (મંદિર) રાક્ષસોએ ભાંગી નાખ્યું છે.
ટીકા - તે આયતન સ્વયંભૂ રૂદ્ર મહાકાલદેવગૃહ, હાલમાં લોકોની અંદર રૂદ્ર મહાલય નામથી પ્રસિદ્ધ છે તે, ઉષાચર-રાક્ષસો વડે વિકીર્ણ થયું છે. ભાંગી નંખાયું છે. જ્યાં પૂર્વકાળે આપે નિશિપ્રાફસૂર્યોદય પૂર્વે પ્રાચીના કિનારા પાસે પ્રસિદ્ધ દ્વિજવર્ય-બ્રાહ્મણશ્રેષ્ઠની પરીક્ષા કરી હતી. તેઓએ તેને પૂછ્યું હતું કે, અરે દ્વિજવર્ય તમે કલિંગમાં બ્રાહ્મણને મારી નાખ્યો હતો ? કલિંગમાં જવાથી જ બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે. નિંદાય છે, ચાંડાલની માફક દ્વિજ-બ્રાહ્મણોની પંક્તિથી બહિષ્કૃત થાય છે. ખરેખર બ્રહ્મહત્યાથી નિદાના ભયને લઇ ત્રસ્ત થઇ, કલિંગમાં ગયોજ નથી. પછી બ્રહ્મહત્યા, અને તેનાથી પ્રાપ્ત નિંદાનો ભય ક્યાં રહ્યો ? પછી પુનઃપ્રશ્ન કર્યો કે તમે સ્વપ્નમાં લવારો કર્યો કે, મેં કલિંગમાં બ્રાહ્મણને માર્યો. મેં સ્વપ્નમાં બ્રાહ્મણને માર્યો તે પ્રલાપ ખરેખર અસત્ય છે.
कैतवानितैकायन्यहें सिद्धपुरेथ सः ।
प्राच्यास्तीरे सरस्वत्याश्चक्रे रुद्रमहायलयम् ॥ १४ ॥
ટીકા - સ્પષ્ટ: ઋિતુ મહાતીર્થંત્વાદ્વૈતવાયનિઐાનિ મુનીનામનેં વાસયોગ્યે ચ કૈતવાયનિ, તૈકાયનિ આદિને યોગ્ય એવા સિદ્ધપુરમાં, પછી પ્રાચી એવી સરસ્વતીના તીર ઉપર રૂદ્ર મહાલય એણે બંધાવ્યું.
ટીકા - અર્થ સ્પષ્ટ છે. મહાતીર્થ હોવાથી કૈતવાયન, તૈકાયન, મુનિઓએ અહીં વાસ કરવાનું
યોગ્ય માન્યું.
સરસ્વતીપુરાણ ઃ
‘સરસ્વતીપુરાણ’ સિદ્ધરાજના રાજ્યકાળે તેમના કોઇ વિદ્વાને રચ્યું છે. તેના સર્જનકાળની વ્યવસ્થિત વિચારણા, મારા તરફથી સંપાદિત કરેલ ‘સરસ્વતીપુરાણ’ નામક ગ્રંથમાં રજૂ કરેલ છે. આ ગ્રંથ મુંબાઇની ફાર્બસ ગુજરાતી સભા દ્વારા ઇ.સ. ૧૯૪૦માં પ્રકાશિત થયેલ છે. તેમાં સિદ્ધરાજનું જીવનચરિત્ર અને સહસ્રલિંગ સરોવરનો ઇતિહાસ, તેનાં તીર્થો, દેવમંદિરો વગેરેનાં વર્ણનો વિવેચન સહિત આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં સિદ્ધરાજચરિત્રની અંદર રૂદ્ર મહાલય સંબંધી, નીચે પ્રમાણે ઉલ્લેખો મળે છે.
समाराध्य महादेवं त्रिपुरांतकरं हरं ।
सिद्धराज इति ख्यातश्चक्रवर्ती भविष्यति ॥ ८५ ॥
एष दृष्ट्वा स्वयं भक्तया रुद्रं रुद्रमहालये । महालयेन संयुक्तं प्राचीने तु करिष्यति ॥ ८६ ॥ एष बर्बरकं जित्वा भूतेशं भयदं नृणां । महालयस्य पुरतः स्ववशे स्थापयिष्यति ॥ ८७ ॥