________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧૩ • તે ત્રિપુરાસુરનો નાશ કરનારા શિવ-મહાદેવજી આરાધના કરી, સિદ્ધરાજથી વિખ્યાત ચક્રવર્તી રાજા થશે.
તે પૂર્ણ ભક્તિભાવ વડે રૂદ્ર મહાલયના મહારૂદ્રનાં દર્શન કરી, મહાલય સહિત પ્રાચીન શિવાયતનો પુનરોદ્ધાર કરશે.
તે મનુષ્યોને ભય પમાડનાર, ભૂતો રાક્ષસોના સરદાર, એવા બર્બરકને જીતી, આ મહાલયની સમપી પોતાને વશવર્તી બનાવશે.. હમીરમદમર્દન નાટક :
' આ નાટક સં. ૧૨૭૬ અને ૧૨૮૬ વચ્ચેના સમયમાં રચાયું છે. તેના કર્તા સિંહસૂરિ, ભરૂચના મુનિસુવ્રતસ્વામી મંદિરના આચાર્ય વરસૂરિના શિષ્ય હતા. તેમણે આ ગ્રંથ વસ્તુપાળનાં પરાક્રમોની અમરગાથા રજૂ કરવા રચ્યો હતો. વાઘેલા રાણા વીરઘવલના રાજ્યકાળમાં, ચારે બાજુથી ગુજરાત ઉપર હુમલાઓ થયેલા. એક બાજુથી ભરૂચનો સંગ્રામસિંહ, બીજી બાજુ માળવાનો રાજા અને રાજસ્થાન તરફથી તુરૂષ્કો-મુસલમાનોનો સરદાર હમ્મીર વગેરે એક સાથે ગુજરાત ઉપર ચડી આવ્યા હતા. તે વખતે વસ્તુપાલ અને તેજપાલે પોતાની અદ્દભૂત મુત્સદીગીરીથી તથા અપૂર્વ પરાક્રમો વડે આ બધા રાજાઓને પરાસ્ત કર્યા હતા. તેમાં હમ્મીર સાથેના યુદ્ધમાં વાઘેલા રાજવી વીરધવલ પણ, વસ્તુપાલની સરદારી નીચે મોટું લશ્કર લઇ રાજસ્થાન તરફ ગયેલા, જેમાં ગુજરાતના લશ્કરનો વિજય થઇ, વરધવલરાજાએ હમ્મીરને પરાસ્ત કર્યો હોવાથી હકીકત આ નાટક રજૂ કરે છે. તેમાં વસ્તુપાલે મુખ્ય ભાગ ભજવ્યો હોઇ, આ યુદ્ધનું સાચું શ્રેય વસ્તુપાળની વીરતાથી મળ્યું હતું, એમ આ નાટક ઉપરથી જણાય છે. વાઘેલા રાજા વીરઘવલ આ યુદ્ધ પૂરું થયા બાદ વિમાનમાં બેસી પોતાની રાજધાની ધોળકા જાય છે, ત્યારે રસ્તામાં સિદ્ધપુર પાસે આવતાં સરસ્વતી નદી અને રૂદ્રમહાલનું વર્ણન નીચે પ્રમાણે રજુ કરે છે :
- अये प्राप्नैव भगवति सरस्वती नाम महानदी ॥ . . પુનાતિ નાનેર ત્રિશતદિન નવી - |
त्युनर्देवी रेवा विरचयति पावित्र्यमतुलम् ॥ इयं दूरे नामश्रुतिभिरपि दत्ते च शुचितां । सुता धातुः पूतं त्रिजगदपि भूतं तदनया ॥ १८ ॥
જે દેવનદી સ્નાન વડે પવિત્ર બનાવે છે, રેવા દર્શન માત્રથી અતુલ પવિત્ર આપે છે, જેને વેદો-શ્રુતિઓએ પુનિતતા આપી છે, એવી બ્રહ્માની પુત્રી સારાયે જગતને પોતાની અનન્ય શક્તિ વડે સદાકાળ પાવન કરે છે.
વીરવત : - (સદનામ) નૂનમ: સિદ્ધપુરપરિસરે પ્રાર મુશ્વપ્રકૃમાં પા: प्रवाहमधिवसन् सुचिरविरस्चिशिरःकर्तनसज्जात - पातक विशुध्यर्थमिव भगवान् भद्रमहाकाल :
चूलागलद्धवलसिन्धुपयः प्रवाहोव्यालोलचामरतुलां तनुते त्रिसन्ध्यम् ॥ नृत्यत्रसौ प्रसृमरानल चक्षुरस्या नीराजनी भवति च स्वयमेव देवः ॥ २१ ॥