________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२०२
આ ગંભીર સરોવરમાં કમળો ઊગ્યાં છે, તે જાણે તેમાં ક્રીડા કરતી જલદેવીઓનાં મુખો હોય, તેમ શોભા આપે છે.
यस्यांतर गिरीशागारै दीपका: प्रतिबिंबिताः । शोभंते निशि पातालव्यालमौलिमणिश्रियः ॥७४॥
તે સરોવરમાં રાત્રિના વખતે, ત્યાંના શિવમંદિરોની અંદર તથા દીપકોનાં પ્રતિબિંબો પડે છે, તે જાણે પાતાળના નાગોના મસ્તક ઉપરના મણિઓ હોય, તેમ દીપ્તિમાન થાય છે. यस्योच्चैः सरसस्तीरे राजते रजतोज्वलः ।
कीर्तिस्तंभो नभोगंगाप्रवाहोऽव्यतरन्निव ॥ ७५ ॥
આ સરોવરના કિનારા ઉપર રૂપાના જેવા ઉજ્જવલ, કીર્તિસ્તંભ ઊંચો શોભી રહ્યો છે, તે આકાશગંગાનો પ્રવાહ જાણે ઊતરી ન આવ્યો હોય ! તેવો લાગે છે.
हरप्रासादसंदोहमनोहरमिदं सरः ।
राजते नगरं तच्च राजहंसैरलंकृतम् ॥७६॥
આ સરોવર શિવાલયોના સમૂહથી ઘણું જ સુશોભિત લાગે છે. વળી તે રાજહંસોથી પણ અલંકૃત છે. એવા આ સરોવરથી નગર (અણહિલપુર) પણ શોભે છે.
सशंख-चक्र प्रथितावतारशाली कमलाभिरामः ।
स एष कासारशिरोवतंसः, कंसमहर्तुः प्रतिमां बिभतिं ॥७७॥
આ સરોવર સંપૂર્ણતઃ કંસને મારનાર કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. કારણ તે કૃષ્ણની માફક સશંખચક્ર-શંખચક્ર ધારણ કરનાર, અર્થાત્ શંખલા અને ચક્રવાક પક્ષીઓવાળું પ્રથિતાવતાર ઘણા અવતાર ધારણ કરનાર એટલે ઉતરવા માટે ઘણા ઓવારાવાળું અને કમલાભિરામ-કમલા-લક્ષ્મીજીના અંતરના આરામ, અર્થાત્ કમળોથી શોભતું છે.
न मानसे माद्यति मानसं मे, पंपा न संपादयति प्रमोदम् । अच्छोदमच्छोदकमप्यसारं, सरोवरे राजति सिद्धभर्तुः ॥७८॥
(સિદ્ધરાજ કીર્તિથી પરિપૂર્ણ જલથી સંપૂર્ણ ભરાયેલ આ સહસ્રલિંગસરોવર જોઇને) માનસરોવર મારા મનને રૂચતું નથી. પંપાસરોવર જોઇને હર્ષ થતો નથી અને અચ્છોદસરોવર આની આગળ અસાર જણાય છે, એવું આ સિદ્ધનૃપતિનું મહાસરોવર અહીં શોભી રહ્યું છે. प्रतितटघटितोर्मिघातजात प्रसृमरफेन कदंबकच्छलेन ।
हरिहरहसित सिधद्युति स्वकीर्ति दिशि दिशि कंदलयत्ययं तडागः ॥७९॥
તે સરોવરનાં કાઠા ઉપર, પવનની લહરોથી તણાઇ આવેલ ફીણ પથરાયેલ છે, તે વડ જાણે તે હરિહર (વિષ્ણુ તથા શંકર) ના હાસ્ય સરખી કાંતિને ધારણ કરે છે અને તે પોતાની કીર્તિ દશે દિશાઓમાં પ્રસારે છે.