________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(સિદ્ધારાજે) ત્યાં સુરગૃહો-દેવમંદિરો બંધાવ્યા હતાં.
‘યાશ્રય’ મહાકાવ્ય, સર્ગ ૧૫
૨૦૧
સંસ્કૃત ‘ક્રયાશ્રય’ મહાકાવ્ય, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રે ક્યારે રચ્યું હતું., તેના ચોક્કસ સાલસંવત નિશ્ચિત કરી શકાય તેમ નથી પણ તેનો કેટલોક ભાગ સિદ્ધરાજાના સમકાલીન હોવાથી ‘હ્રયાશ્રય’ મહાકાવ્યનાં વિદ્વાનો સત્ય અને સ્પષ્ટ હકીકતો રજૂ કરતાં હોવાની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથ ઉપર અભયતિલક ઉપાધ્યાય, સં. ૧૩૧૨માં વૃત્તિ-ટીકા લખી છે, જે પાલણપુરમાં તેણે પૂર્ણ કરી હોવાનું જણાવેલ છે. આ ટીકા ઉપરથી તેનું ગુજરાતી ભાષાંતર, ગુજરાતના તત્ત્વવિદ વિદ્યાન સાક્ષર સ્વ. મણિલાલ નભુભાઇ ત્રિવેદીએ કરેલું હોઇ, તે વડોદરા રાજ્ય તરફથી ઇ.સ. ૧૮૯૩માં પ્રસિદ્ધ થયેલ છે.
૨. કીર્તિકૌમુદી :
કવિવર સોમેશ્વરે ‘કીર્તિકૌમુદી' નામનું નવ સર્ગોવાળું એક મહાકાવ્ય રચ્યું છે. આ કાવ્યમાં વસ્તુપાળનાં ધર્મકાર્યોનું મુખ્યતઃ વર્ણન હોવા છતાં, તેના બીજા સર્ગમાં ચૌલુક્યવંશના આદ્ય રાજ્ય સ્થાપક, મૂળરાજ સોલંકીથી આંરભી વાઘેલા વીરધવલ સુધીનો ઇતિહાસ રજૂ કરેલ છે. આ સોમેશ્વરદેવ ચૌલુક્ય ભીમદેવ બીજાનો રાજ્યપુરોહિત હતો. વડનગર-આનંદપુરના રહેવાસી વિદ્વાન નાગર બ્રાહ્મણ સોલ, મૂળરાજનો રાજ્યપુરોહિત હતો. તેના વંશના દરેક પુરૂષો સોલંકી રાજાઓના પુરોહિત ઉત્તરોત્તર થયા છે. છેલ્લે આ વંશમાં મહાકવિ સોમેશ્વરદેવ, ભીમદેવ બીજાનો રાજપુરોહિત રહેલો. ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વરો વસ્તુપાળ અને તેજપાળ, વાઘેલા રાણક લવણપ્રસાદ અને વીરધવલના, બહાદુર, વીર અને સંસ્કૃત-સાહિત્યના વિદ્વાનો હતા. તેમના શાસનકાળમાં વસ્તુપાળના આશ્રય નીચે, ઘણા કવિઓ તેની વિદ્યાસભામાં આવી રહેલા. વસ્તુપાળની વિદ્યાસભામાં સોમેશ્વરનું સ્થાન ધણું જ ઊંચું હતું. વસ્તુપાળ તેમને ઘણું જ માન આપતો અને પોતાના મિત્ર તરીકે રાજકાર્યમાં, તેમની સલાહ પણ લેતો હતો. આ કવિએ વસ્તુપાળના સુકૃતકાર્યોનું આલંકારિક ભાષામાં વર્ણન કરતાં, ‘કીર્તિકૌમુદી’ નામનું મહાકાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. આ કાવ્ય સંવત ૧૨૮૨માં રચાયું હોવાનું અનુમાન વિદ્વાનોએ કર્યું છે. આ સિવાય સોમેશ્વરદેવે આબુના ‘લૂણવસહિ’ ગિરનાર ઉપર વસ્તુપાલે બંધાવેલ વીરનારાયણ મંદિરમાં, ૧૦૮ શ્લોક ધરાવતી પ્રશસ્તિ અને બીજી અનેક પ્રશસ્તિઓ રચી છે. ‘કીર્તિકૌમુદી’ ગ્રંથમાં પહેલા સર્ગની અંદર અણહિલપુર નગરનું વર્ણન રજૂ કરતાં, તેમાંથી સિદ્ધસરોવર સહસ્રલિંગનું વર્ણન નીચે પ્રમાણે મળે છે.
यस्मिन सरो हरोपेन्द्र प्रासादैः परितश्रितम् । आमुक्तमौक्तिकं भूमेर्भात्येकमिव कुंडलम् ॥७२॥
જે સરોવરને ફરતાં શિવ, અને વિષ્ણુનાં મંદિરો શોભી રહ્યાં છે, તેથી તે જાણે પૃથ્વીમાતાના કુંડળને ફરતી, મોતીની હાર હોય તેવું શોભે છે.
आभाति यस्य गंभीरं सरः स्मेरैः सरोरुहैः । खेलन्तीनां सुखं तोयदेवतानां मुखैरिव ॥७३॥