________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૦૩ अलघुलहरिलिप्तभागे तडागे, तरलतुहिनपिंडा पांडुडिंडीरदंभात् ।
तरणतरणितापव्यापदापन्नमुच्चै
रिह विहरति ताराचक्रवालं विशालम् ॥८०॥ આ તળાવના જળની લહરીઓથી, તેમ જ આકાશમાં બરફ જેવાં સફેદ ધુમ્મસનાં, બિંદુઓથી ઢંકાઇ ગયેલ (તારામંડળ) તારાઓ, સૂર્યના પ્રખર તાપથી વ્યથા પામી, આ વિશાળ તળાવમાં વિહાર કરે છે.
एकत्र स्फूटदब्जराजिरजसा बभ्रुकृत: सुभ्रुवाम् । प्रभुश्यत्कुचकुंभकुंकुमरसैरन्यत्ररक्तिकृतः ॥ अन्यत्र स्मितनीलनीरजदलच्छायेन नीलीकृतः ।।
श्रेयः सिधुरवर्णकंबलघुरं धते सरः शेखरः ॥८१॥ આ તળાવ એક ઠેકાણે ખીલેલા કમલોની રજથી પિગલ વર્ણનું લાગે છે, જ્યારે બીજે ઠેકાણે સ્ત્રીઓના કુચકુંભના કુંકુમ જેવું રક્ત દેખાય છે, તો ત્રીજે ઠેકાણે ખીલેલા કમલપાત્રોની નીલ વર્ણનું લાગે છે, એમ અનેક રંગો વડે હાથીની ગૂલ જેવું આ સર્વશ્રેષ્ઠ સરોવર શોભી રહ્યું છે. ૩. હમ્મીરમદમર્દન
આ ગ્રંથમાં સર્જક વીરસૂરિના શિષ્ય જયસિંહસૂરિ છે. તેઓ વસ્તુપાળના સમકાલીન હતા. તેઓ ભરૂચના મુનિ સુવ્રતસ્વામી મંદિરના આચાર્ય તરીકે સુપ્રસિધ્ધ બનેલા. તેમણે તેજપાળને આદેશ આપી, ભરૂચના શકુનિકાવિહારથી ૨૫ દેવકુલિકાઓ ઉપર, વસ્તુપાળની સંમતિ દ્વારા સુવર્ણ ધ્વજદંડો ચઢાવરાવ્યા હતા. આ શકુનિકાવિહાર આંબડે બંધાયેલો. આ પ્રસંગના સ્મારક તરીકે જયસિંહસૂરિએ એક પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જે તે મંદિરમાં આરસની શિલાઓમાં ઉત્કીર્ણ કરાયેલું. આ મંદિર પાછળથી મુસ્લિમોના સમયમાં, મજીદ તરીકે ફેરવાયું એટલે તેમાંથી પ્રશસ્તિ નષ્ટભ્રષ્ટ થઈ કાળને ગર્ભમાં વિલીન બની ગઈ છે. પરંતુ હમ્મીરમદમર્દન' નાટકના અંત્યભાગે, તે લખેલી મળી આવી છે, જે “હમ્મીરમદમર્દન' નાટકમાં પ્રસિદ્ધ થયેલ છે. આ સૂરિએ હમ્મીરમદમર્દન” નામનું નાટક રચ્યું હતું, જેમાં ગુજરાત ઉપર મુસલમાનોએ કરેલ હુમલાનો પ્રતિકાર કરી, વસ્તુપાળ અને તેજપાળે તેમને મારી કેવી રીતે પાછા હઠાવ્યા તેની વિસ્તૃત સમાલોચના કરેલી છે. આ નાટકની એક પ્રત સં. ૧૨૮૬માં લખાયેલી મળી છે, તેથી તે સમયે અગાઉ આ નાટક રચાયું હોવાનું જણાય છે. વસ્તુપાળ સં. ૧૨૭૬માં મંત્રીશ્વર થયા હતા એટલે સં. ૧૨૭૬થી ૧૨૮૬ વચ્ચે દશ વર્ષના ગાળામાં, આ નાટક જયસિંહસૂરિએ રચ્યું હતું એમ ચોકકસ લાગે છે. આ નાટક વસ્તુપાળના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી. ખંભાત ભીમેશ્વર ભગવાનના યાત્રા મહોત્સવ પ્રસંગે, સૌથી પહેલવહેલું ભજવાયું હતું. આ નાટકમાં સહસ્ત્રલિંગ સરોવરનું રોચક વર્ણન આપેલું છે, જે અહીં આપવામાં આવેલ છે.