________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૩૧
ગ્રંથનો ટુંકસાર :- આ ગ્રંથ પાંચ પ્રસ્તાવ (પ્રકરણ)માં વહેંચાયેલો છે. દરેક પ્રકરણમાં અલગ અલગ બાબતો વિશે દાખલા - દૃષ્ટાંતો અને લોકભોગ્ય કથાઓ સાથે તત્ત્વનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જૈનધર્મમાં પાળવાના બાર વ્રતોનું મહત્ત્વ ઉપદેશરૂપે સમજાવવા માટે ભૂતકાળમાં કોણે કોણે આ વ્રતોનું પાલન કર્યું અને વ્રત પાલન કરવાથી મોક્ષને પામ્યા તથા વ્રતોનો ભંગ કરવાથી પાપના ભાગીદાર થયા અને દુઃખી થયા એની બોધકથાઓ સુંદર રીતે આપવામાં આવી છે.
જૈન ઉપાશ્રયમાં વ્યખ્યાન આપતા આચાર્યો આજે પણ તત્ત્વજ્ઞાનની ચર્ચા સાથે શ્રોતાઓને મનોરંજન પણ મળે, તત્ત્વનું જ્ઞાન પણ થાય એ માટે નાનકડી ધર્મકથા કહેવાથી પ્રથા છે.
તત્ત્વજ્ઞાનની વાતો ભારેખમ હોવાથી શ્રોતાઓને જલદી ગળે ઉતરે અને જલદી સમજાય તો પોતાના જીવનમાં પણ આત્મસાત્ થાય એજ ઉદ્દેશ ધર્મકથાનો હોય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને આ રીતે પ્રશ્નોત્તર રૂપે, વ્યાખ્યાનરૂપે ઉપદેશ આપી રાજાને સંતોષ આપી જૈન ધર્મ તરફ વાળ્યો હતો. કુમારપાળે માત્ર પોતે વ્યક્તિગત જ નહિ પણ સમગ્ર રાજ્યમાં ધર્મની આ આજ્ઞાઓની આણ વર્તાવી હતી.
‘‘કુમારપાળ પ્રતિબોધ’’ગ્રંથ જૈન ધર્મના તમામ ધાર્મિક ગ્રંથો, જૈનધર્મના શાસ્ત્રો અને જૈનધર્મના આગમોમાં સમાયેલ તમામ,જ્ઞાનનો સરળભાષામાં સમજાવતો, ‘ગાગરમાં સાગર' સમાન ગ્રંથ છે. ગ્રંથનો સારભાગ :- ગ્રંથની શરૂઆતમાં પ્રથમ પ્રસતાવ પ્રકરણમાં મંગળાચરણ કરવામાં આવેલ છે. જ્ઞાનના નિધાનરૂપ શ્રી ઋષભદેવને નમસ્કાર કરી ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. એજ રીતે શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને પણ વંદન કરી શ્રી સદ્ગુરુનું પણ સ્મરણ કરવામાં આવ્યું છે.
સત્પુરૂષોના ચરિત્રો સાંભળવાથી અને યાદ કરવાથી તેમજ તેમનું અનુમોદન કરવાથી ધર્મ વધારે ઉત્કર્ષ પામે છે એમ ગ્રંથમાં જણાવેલ છે.
ત્યાર પછીના પ્રકરણોમાં કુમારપાળ મહારાજને (૧) જીવદયા પાળવા, હિંસાનો ત્યાગ કરી અહિંસાવ્રતનું પાલન કરવા માંસ ભક્ષણ ન કરવા દાખલા દૃષ્ટાંતો સહિત પ્રતિબોધ કરવામાં આવ્યો છે. (૨) નળરાજાનું દૃષ્ટાંત આપી જુગાર ન રમવા (૩) પરદારા ગમન ન કરવા અને સંયમી જીવન જીવવા (૪) યાદવોનું દૃષ્ટાંત આપી મદ્યપાન ત્યાગ કરવા (૫) રૂતિધન (અપુત્રવાનનું ધન) રાજયે ન લેવા ઉપદેશ આપવામાં આવ્યો છે (૬) શિકાર ન કરવા (૭) પરિગ્રહનો ત્યાગ કરવા (૮) અનર્થકારી દંડનો ત્યાગ કરવા (૯) ક્રોધ કષાયનો ત્યાગ કરવા (૧૦) લોભ કષાયનો ત્યાગ કરવા (૧૧) મોહ-માયા કષાયનો ત્યાગ કરવા (૧૨) અભિમાન અર્થાત્ મદનો ત્યાગ કરી વિનયી બનવા શ્રી હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને ઉપદેશ આપેલો છે.
આ ઉપરાંત દેવપૂજા, ભાવપૂજા, જિનાલયો બાંધવા તથા જીર્ણોદ્ધાર કરવા, ગુરૂતત્ત્વનું સ્વરૂપ સુપાત્રે દાન કરવા, ભાવદાન, તપનું મહત્વ, બાર ભાવનાનું સંક્ષિપ્ત વર્ણન, સામયિક વ્રત, પૌષધવ્રત,