________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૪૬
દ્વીપણાત્રાજ..
..૫ત્ર | ૨૩ | જે નગરમાં દીવાના ચાડાં વિના બીજે ક્યાંય સ્નેહ (તેલ, પ્રેમ) નો ક્ષય જોવામાં આવતો નથિ, અને વાડચ વિના બીજે કંટકાલી (કાંટા, શત્રુ) દેખાતી નથી. સાન......
..વર્ષે | ર૪ / દાન, માન, કળા, રૂપ, સુખ અને બળને વિષયે જે નગરીના સ્વધર્મપરાયણ નિવાસીઓ ધર્મરહિત દેવોને નિત્ય હસે છે.
(“ગુર્જર રાજધાની" માંથી સાભાર)
પૃથ્વીના કુંડળ જેવી શોભા આપતું, સરસ ચંદ્રશેખરનાં (શિવ) મંદિરોથી દેદીપ્યમાન, કાચબા અને મુક્તાફળોથી ગુંથાએલું, મધ્ય પ્રદેશ જેનો વૃક્ષો અને તરૂલતાઓથી વીંટળાએલો છે તેવું, મરકત મણિ જેવી રક્ત પ્રભાવાળુ, રજ વગરનું, સુવર્ણ સમાન ચળકતા સ્વચ્છ જળથી પરિપૂર્ણ, શોભાયમાન, જગતના આનંદધામરૂપ, આ સિદ્ધસાગર (સહસ્ત્રલિંગ સરોવર) નામે મહા સરોવર છે.
. (હમ્મીરમદમદન)
આ સરોવર (સહસલિંગ)ના તટ ઉપર સહસ શિવમંદિરોમાં બીરાજતા ચંદ્રચૂડ (મહાદેવ)ના ભાલપ્રદેશના ચંદ્રના તેજથી દ્રવતા ચંદ્રકાન્ત મણિથી શોભતા ઘાટોમાં સદાય જળ પરિપૂર્ણ રહે છે, એટલે પ્રલયકાળના બાર સૂર્ય તપે તો વિશાળ સમુદ્રને શોષી શકે. પણ તે આ સરોવરને શોષી શકવા સમર્થ નથી.
(હમીરમદમર્દન)