________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૬૧
પાટણના મુસ્લિમ મહાત્માઓ
(૧)
-
२४७
ઈકબાલ હુસેન ફારૂકી બી.એ.
હઝરત મખદુમ
શેખ હિસામુદીન મુલતાની (રહ.)
મખુદમ શેખ હિસામુદ્દીનના નામે પ્રખ્યાત થયેલ, આ મહાન બુઝુર્ગનું મૂળ નામ શેખ ઉસ્માન હતું. અને હિસામુદ્દીન આપનુ લકબ છે. આપના પિતાશ્રીનું શુભ નામ શયખ દાઉદ હતું. આપ ખાનદાને ફારૂરી હતા. હઝરત શેખ હિસામુદ્દીનનું નસબ મુસ્લિમોના બીજા ખલીફા હઝરત ઉમર ફારૂક થી આ રીતે મળે છે.
હઝરત શેખ હિસામુદ્દીન બીન - શેખ- દાઉદ-બીન - સુલેમાન - બીન - શેખ ઉસમાન - બીન - મુહંમદ - બીન - તાહિર - બીન - હુસેન સાલબા - બીન - અબુલ ફતાહ મનસુર - બીન - અબુ નસર મુહંમદ - બીન - અબુ - અબ્દુલ્લા ઉમર - બીન - અબ્દુર્રહમાન - બીન - અલી - બીન - રબીઅ- બીન - મુહંમદ - બીન - અબ્દુર્રહમાન - બીન - અબ્દુલ્લાહ - બીન - અબ્દુલઅઝીઝ - બીન - મુફતી ઉલ સહાબા અબ્દુલ્લાહ - બીન - હઝરત ઉમર ફારૂક (રદી.)
હઝરત શેખ હિસામુદ્દીન હિ.સ. ૬૩૯ માં જન્મ્યા. મૂળ વતન મુલતાન હોઇ આપને મુલતાની કહેતા. આપ હઝરત શેખ નિઝામુદ્દીન અવલીયાના મુરીદ અને ખલીફા હતા. મુલતાનથી આપના મુર્સદની પાસે દિલ્હી આવ્યા. ત્યાંથી પોતાના મુસઁદની પરવાનગીથી હિ.સ. ૬૯૫માં પાટણ (ઉ.ગુ.) આવ્યા. અને જુમ્મા મસ્જિદમાં રોકાયા. આ વખતે આપને કોઇ ઓળખતું નહોતું. બાળકોને ભણાવવાનું કામ કરતા. તેમજ કાપડ વેચી મહેનતથી પેદા કરેલ કમાણીથી ગુજરાન ચલાવતા. પોતે ઘણુંજ સાદગી ભર્યું જીવન ગુજારતા આપના લિબાસમાં એક તેહબંદ, એક ચાદર અને ટોપી આ વસ્તુઓ જ હતી. ખરાકમાં પોતે જાતે બે રોટલીઓ જ તૈયાર કરતા. એક પોતે આરોગતા અને બીજી કોઇ ગરીબ ભૂખ્યાને
ખવડાવતા.
હઝરત હિસામુદ્દીન (રહ.) પોતાની દુરવેશીને લોકોથી છુપી રાખવા ખાસ ધ્યાન રાખતા. એક વખત આપ કોઇ જગ્યાએ જઇ રહ્યા હતા કે ખભા ઉપર રાખેલ રુમાલ નીચે પડી ગયું. એક માણસે ‘યા શયખ’ ‘યા શયખ’ કહી લાવ્યા. પરંતુ આપે કંઇ ધ્યાન આપ્યું નહીં. છેવટે એ માણસે પાસે જઇ કહ્યું ‘‘મેં આપને ઘણા બોલાવ્યા કિંતુ આપે ન તો ધ્યાન આપ્યું ન કંઇ બોલ્યા. આ સાંભળી હઝરત શયખે કહ્યું. હું શયખ નથી. મને દરવીઝર ગર કરીને બોલાવ્યો હોત તો જાણત કે મને બોલાવ્યો છે.