________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ચાણકય સમ મંત્રી મુંજાલ, મીનળદેવી ને ગર્વિષ્ઠ મંજરી એ વીર માયો બલિદાની ને ઓડણ જસમા સતી સાચવતી એ સદાય સહુને આપણી આ સરસ્વતી
હે દેવભૂમિ પાટણ ! યાદ આવે છે ને તને ? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા તારી કરૂણ યાદમાં જળ ખોયાં રે આ સરસ્વતીએ સમાધિસ્થ છે રાણીવાવ, વેરવિખેર આ સહસ્રલિંગ તારી કરૂણ યાદમાં જીર્ણશીર્ણ ઊભો રૂદ્રમહાલય હે દેવભૂમિ પાટણ ! યાદ આવે છે ને તને ? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા હે વિદ્યાભૂમિ પાટણ છે વરદાન તને સરસ્વતીનું પુનઃ જળ વહાવશે સરસ્વતી, પુનઃ ગૌરવ વધશે તાહરું પુનઃ કીર્તિ પ્રકાશશે તાહરી, નવસર્જિત વિશ્વવિદ્યાલય થકી
નવપલ્લવિત થશે તાહરી, એ પ્રભુતા પ્રાચીન તાહરી આ આનર્ત પુનઃ વિકસશે, વિકસતા વિશ્વવિદ્યાલય થકી હે વિદ્યાદેવી સરસ્વતી ! નમીએ અમે તને લળી લળી આશિષ દે ! આશિષ દે ! આ વિશ્વવિદ્યાલયને વળી વળી.
२२८