________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૧
કંકણો પહેરેલા છે. જમણા પગમાં કડું પહેરેલ છે અને કાંબી પણ દેખાય છે. ડાબો પગ ખંડિત છે અને નાક પણ સહેજ ખંડીત થયેલ જણાય છે.
મહારાણી ઉદયમતી સિંહાસન ઉપર જ બિરાજમાન હોઈ. રાજ્ય દરબારને દબદબાપૂર્વક શોભે એ રીતે એક બાજુ એક સ્ત્રી ઉદયમતીના શીર ઉપર છત્રી ધરીને ઉભેલી કંડારેલી છે. રાણીના મસ્તક ઉપર ખુલ્લી છત્રીનું દ્રશ્ય મૂર્તિને ભવ્ય બનાવે છે અને મહારાણીને શોભે એવું દ્રશ્ય જણાય છે. . બીજીબાજુ અન્ય એક મહીલા રાણીની પ્રશસ્તિ ગાતી હોય એવા એના હોઠ જણાય છે.
મૂર્તિના ઠેઠ નીચેના ભાગે બે સુંદરીઓ કોઈ વિશિષ્ટ પ્રકારનું વાજીંત્ર પોતાના મુખ વડે વગાડતી હોય તેમ પોતાના હોઠને વાજીંત્ર અડકે છે. મહારાણીના વાળેલા ડાબા પગ નીચે કોઈ સ્ત્રી વિંદના કરતી હોય તેમ જણાઈ આવે છે.
એક નાનકડા સફેદ આરસમાં વચમાં મહારાણીની મૂર્તિ તેની આજુબાજુ બે ઉભેલી સ્ત્રીઓ અને નીચેના ભાગમાં ત્રણ સ્ત્રી એમ કુલ છ મૂર્તિઓ કંડારી કલાકારે સાચે જ પોતાની ઉત્તમ કલાનો પરિચય કરાવ્યો છે. એક જ આરસના પથ્થરમાં કંડારેલ ૬ (છ) મહિલાઓ જીવંત લાગે છે.
મહારાણીશ્રી ઉદયમતીની મૂર્તિ આ વાવમાંથી જ મળી આવવાથી એનું મહત્વ ધણું વધી જાય છે.
મળતી માહિતી મુજબ આ મૂર્તિ કૂવામાંથી છુટ્ટી મળી આવી છે. એટલે સૌ પ્રથમ આ મૂર્તિનું ચોક્કસ સ્થાન ક્યાં હશે તે શોધી કાઢયું રહ્યું. અમારી માન્યતા મુજબ આ મૂર્તિનું સ્થાન સૌથી ઉપરના માળે હોવું જોઈએ અને ત્યાંથી દિવાલો જર્જરીત થતા મૂર્તિ કૂવામાં પડી જતા કયાંક કયાંક ખંડીત થયેલી હોવી જોઈએ.
વળી બીજો પ્રશ્ન એ પણ થાય છે કે, સાત માળની આવી ભવ્ય વાવમાં મહારાણીશ્રી ઉદયમતીની પ્રતિમા ખૂબ જ નાની ગણાય. આ જ વાવમાંથી બીજી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિઓ ધણી મોટી સાઈઝમાં મળી આવી છે, તો માત્ર ઉદયમતીની મૂર્તિ નાની કેમ? પરંતુ તેની પાછળનું સબળ કારણ એ લાગે છે કે, દેવ-દેવીઓની મૂર્તિ કરતાં માનવની મૂર્તિ નાની હોય એમાં જ રાજ્યની શોભા ગણાય.
આ વાવમાંથી સંકટ સમયે રાજાના પરિવારને નાસી જવા માટે ગુપ્તમાર્ગ હોવો જોઇએ. આ વાવમાંથી ધન-સંપત્તિ મળવાની શક્યતા ધણી જ ઓછી છે, વળી આ વાવ નવસો વર્ષ અગાઉ સંપૂર્ણ રીતે દટ્ટણ થઈ હોવાનું જણાય છે. રાણી ઉદયમતીની સુંદર પ્રતિમાં મળી આવવાથી એક નવું જ આકર્ષણ ઉભુ થાય છે. આ પ્રતિમા પાટણથી વડોદવરા લઈ જવાઈ હોવાનું જાણવા મળેલ છે.
“આ વાવ બંધાયા પછી ભાગ્યે જ બેથી ત્રણ દાયકા એ વપરાશમાં રહી હશે” એમ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા પુરાતત્વવિદ્ શ્રી માઇકલ પોટેલ જણાવે છે. કારણકે વાવનાં પગથીયાં જરાય ઘસાયાં જણાતાં નથી વાવનું બાંધકામ પૂર્ણ થયા પછી પચ્ચીસેક વર્ષ પછી સરસ્વતી નદીના પ્રચંડ પાણીના પૂરમાં વાવ ધરતીમાં ધરબાઈ ગઈ છે. અને તેથી જ કદાચ એની કોતરણી અકબંધ જળવાઈ રહી છે!