________________
યુગે યુગે પાટણની પ્રભુતા
રાણકીવાવમાંથી મળી આવેલ મહારાણી ઉદયમતીની બેનમૂન આરસની પ્રતિમા
પ્રા.મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ભીમદેવ પહેલાની પત્ની તથા કવિની માતા અને સિદ્ધરાજની દાદીમાં ‘ઉદયમતી' નું નામ જેની સાથે જોડાયેલું છે. એવી પાટણની પ્રખ્યાત રાણકીવાવ યાને રાણીની વાવનું ખોદકામ થોડાંક વર્ષો પૂર્વે થયું.
વર્ષો પહેલાં આ વાવને ખંડીયેરો જોઇ શ્રી નરસિંહરાવ દિવેટીયાએ કહેલું કે, “રાણીની વાવ તણા આ હાડ પડેલાં' પરંતુ એ હાડ વાવના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને શિલ્પની કલ્પના કરાવે છે.
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું છે કે, “રાણીકીવાવ જ્યારે આબાદ હશે ત્યારે ગુજરાતમાં એના જેવી બીજી ભાગ્યે જ હશે.”
તા. ૧૮-૧૨-૧૯૮૭ ને શુક્રવારના રોજ આ ગ્રંથના લેખક જાતે રાણકીવાવની મુલાકાતે ગયેલા. તાજેતરમાં ખોદકામ દરમ્યાન આ વાવ સાથે જેનું નામ જોડાયેલું છે એ મહારાણી ઉદયમતીની પ્રતિમા મળી આવી છે, (જુઓ ફોટોગ્રાફ) એવા સમાચારો વર્તમાનપત્રોમાં વાંચતાં લેખક ત્યાં ગયેલા. ઉદયમતીનાં દર્શન કર્યા.
વર્તમાનપત્રોમાં રાણી ઉદયમતીની મૂર્તિ મળી હોવાના સમાચારો વાંચી સેંકડો મુલાકાતીઓ જાણે રાણીને જોવા આવેલા હતા. કૂવાના કાંઠે બહારના મેદાનમાં અનેક મૂર્તિઓ વચ્ચે એક નાનકડી આરસની મૂર્તિ પડી હતી. સ્વચ્છ અને સુંદર સફેદ આરસમાં કંડારાયેલ અણહિલપુરનાં મહારાણી ઉદયમતી જાજરમાન અને ગૌરવવંતા જણાતાં હતાં. આ મૂર્તિ ઉદયમતી રાણીની જ હશે કે કેમ ? સહેજ શંકા થઇ પરંતુ પગી (ચોકીયાત) એ મૂર્તિ પાસે પડેલા ફૂલો દૂર કર્યા ત્યાં તો મૂર્તિ નીચે જ સુંદર અક્ષરોમાં નામ કોતરેલું હતું. “મહારાણીશ્રી ઉદયમતી' મૂર્તિ સો ટકા મહારાણી ઉદયમતીની જ છે. એમાં કોઈ શંકાને સ્થાન ન રહ્યું. મૂર્તિને નજીકથી નિહાળી તો લગભગ પચ્ચીસ આગળ ઉંચાઈ અને સોળ આંગળની પહોળાઈ વાળી હતી.
મહારાણી રાજયાશન ઉપર જ બિરાજમાન છે. સિંહાસન ઉપર જમણો પગ વાળેલો અને ડાબો પગ લાંબો ધરતીને અડેલો જણાય છે. માથે મુગટ નથી પરંતુ વાળ દાબીને ઓળેલા અને આગળ કપાળ ઉપરથી કટીંગ કરેલા હોય એવું કોતરકામ છે. સેંથો દેખાતો નથી. બંને કાનોની બુટોમાં જાડા ભારે વજનની રીંગો (કુંડળ) પહેરલાં છે. કાનના ઉપલા ભાગમાં ઝીણા નકશીવાળા દાગીના પહેરેલા છે.
મહારાણીના ગળામાં કોલર જેવી ચાર માળાઓ અને બે-ત્રણ લાંબી માળાઓ પહેરેલી છે. જે વક્ષસ્થળ ઉપરથી પસાર થતી જણાય છે. બંને હાથે બાજુબંધ બાંધેલા છે, અને બંને હાથમાં