________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૯ આ કિલ્લાનો આકાર સામાન્ય દષ્ટિએ ચોરસ હોવા છતાં ઘણે ઠેકાણે ખાંચા પાડેલા જોવામાં - આવતા હોવાથી નગર રચના વખતે તેની ખાસ ચોકસાઈ રાખવામાં આવી હોવાનું જણાતું નથી. ઉલટ તે સમયના કારીગરો અને દેખરેખ રાખનાર અમલદારે જમીનની અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે કોટનો પાયો નાખી તેમાં જુના પાટણના અવશેષો, પાષાણો અને ઈંટો વગેરે વાપરી આ કિલ્લો બાંધ્યો હોવાનું જણાય છે. આ દુર્ગમાં અણહિલપુરના કેટલાયે મહાલયો અને મંદિરોના અવશેષો જેવા કે સ્તંભો, કુંભીઓ, ઝંધાઓ, વારશાખાઓ, શિખરના ભાગો, તોરણો તેમજ ખંડિત-અખંડિત પ્રતિમાઓને જેમ તેમ ચોડી ચણી દીધી છે. આજે આ નગરના કુલ અગિયાર દરવાજાઓ અનુક્રમે પૂર્વથી બગવાડો, ગુંગડી, મીરાં, ભઠ્ઠીવાડો, ખાનસરોવર, મોતીશા, કનસડો, ફાટીપાળ, અધારો, કોઠાકૂઇ, છિડીયો વગેરે વિદ્યમાન છે. જ્યારે બારમો દરવાજે તન પરાસ્ત થઇ ગયો હોઇ તેનું નામનિશાન બચવા પામ્યું નથી. આ બારીનો દરવાજો ગુંગડીથી દક્ષિણે દોઢ સો વાર દૂર હતો એમ ગુંગડી દરવાજા ઉપરનો ફારસી શિલાલેખ કહે છે. આ શહેર બાંધવામાં અણહિલપુરનો કેટલોક ભાગ મેળવી લેવાયો હોવાનું જણાય છે. આ બધા દરવાજાઓનાં નામ ત્યાંથી નજદીકમાં આવેલ કોઈ મંદિર, મસ્જિદ, તળાવ, કૂવો કે કોઈ ગામ જવાના માર્ગ ઉપરથી રાખવામાં આવ્યાં હોવાનું સમજાય છે. જ્યારે ફાટીપાળ અને કનસડો એ નામો કેટલીક ઐતિહાસિક વિગતો રજૂ કરે છે. સહસ્ત્રલિંગ સરોવરની પાળ નદીના પૂરને લઇ કોઇ વખત ફાટી ગઇ હતી જે અણહિલપુરના વિનાશમાં મુખ્ય કારણભૂત છે. તે હકીકતનું સમર્થન આ દરવાજાના નામ ઉપરથી સૂચિત થાય છે. જ્યારે કનસડોકર્ણસર્યો અર્થ ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કર્ણ વાધેલો આ દિશાના કોઇ ધારથી નાસી ગયો હોવાનું તેના અભિધાનના આધારે સમજાય છે.
પાટણ શહેરની લંબાઈ પૂર્વ-પશ્ચિમ ૪૫૦ ફૂટ અને પહોળાઈ ઉત્તર-દક્ષિણ ૬૪૦ ફૂટની હોઇ તેને ફરતો કોટ લગભગ સાડા ત્રણ માઇલના ઘેરાવામાં છે. આ શહેરની ચારે બાજુ ચાર દિશામાં મુખ્ય ચાર મોટાં તળાવો બાંધેલા હતા. તે પૈકી પશ્ચિમનું સહસ્ત્રલિંગ સરોવર આજે કેટલાયે વર્ષોથી • પુરાઇ ગયું છે. જેનો કેટલોક ભાગ હમણાં ઉખનન કરી બહાર મૂકવામાં આવેલ છે. જ્યારે ઉત્તર દિશામાં આવેલ પિતાંબર તળાવનો ઘણો ખરો ભાગ તૂટી ગયેલ હોઇ દિવસે દિવસે તે પુરાતું જાય છે. આથી ફક્ત ચોમાસામાં જ તેની અંદર પૂરતું પાણી રહે છે. પૂર્વ દિશાનું ગુંગડી તળાવ જેના નામ ઉપરથી તે બાજુના દરવાજાનું નામ ગુંગડી દરવાજો રાખેલ છે. તે પણ વરસાદના પાણી સાથે ઘસડાઈ આવતી માટી અને કચરાથી દર સાલ પુરતુ રહે છે. આ તળાવ પ્રાચીન હોઇ તેની નોંધ સંવત ૧૪૮૨માં લખાયેલી એક જૈનપટ્ટાવલીમાંથી મળી છે. આથી આ નગરના નવનિર્માણ વખતે ગુંગડી તળાવ વિદ્યમાન હતું જેના ઉપરથી ત્યાંના દરવાજાનું નામ રાખ્યું હોવાનું પુરવાર થાય છે. દક્ષિણ બાજુ આવેલ ખાનસરોવર તળાવ આશરે ૧૨૭૩ ચો.ફૂટ પૂર્વ-પશ્ચિમ અને ૧૨૨૮ ચો. ફૂટ ઉત્તરદક્ષિણ લંબાઈ પહોળાઈવાળું છે. તે ચારે બાજુથી પથ્થરબંધ બાંધવામાં આવેલ હોઇ, તેમાં અણહિલપુર પાટણના ખંડેરોના જ પથ્થરો વપરાયા હોવાનું જણાય છે. આજે તો તેનો દક્ષિણ ઓવારો તૂટી ગયેલો છે છતાં ત્રણ બાજુના ઓવારા પાણી આવવાનાં ગરનાળાં નિકાસનું નિર્ગમનદ્વાર અને પાણી ગળાઇ આવે તે માટેના કલામય કોઠાઓ વગેરે મોજુદ છે. સહસ્ત્રલિંગની માફક આ સરોવરમાં