________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૧૬
હોય છે. ચતુર્ભુજમાં અનુક્રમે કમળ, ફૂલ, ત્રીજો હાથ ઉમાના ખભા પર અને ચોથો હાથ ઉમાના સ્તનને સ્પર્શતો બતાવવો શિવના મસ્તકે જટામુકુટ, ત્રણ નેત્ર, કપાળમાં ચંદ્રકલા, શરીર પર ચર્મ હોય છે. શિવના ડાબા ઉસંગમાં શિવના મુખને નિહાળતાં ઉમા બેઠેલા હોય છે. દેવીના દ્વિભુજ પૈકી એક હાથ શિવના ખભા પર અને બીજા હાથમાં કમળ કે દર્પણ હોય છે. ઘણી વાર આ સમૂહમાં વૃષભ, ગણેશ, કુમાર, ભૃગુઋષિની પ્રતિમાઓ પણ મૂકવામાં આવે છે.
રાણીવાવના ચોથા પડથારના બીજા ગવાક્ષમાં ઉમા-મહેશ્વરની પ્રતિમા આવેલી છે. પદ્મના ગોળ આસન પર મહેશ્વર લલિતાસનમાં બેઠેલ છે. દેવના મસ્તકે જટામુકુટ અને તેમાં અર્ધચંદ્રાકલાનું આલેખન ધ્યાનકર્ષક છે. કાનમાં સર્પકુંડલ, કંઠમાં પાંદડીયુક્ત હાર, બાજુ પર કેયુર, હસ્તવલય, કટિમેખલા, પાદવલય અને પાદજાલક જેવા અલંકારો ધારણ કરેલ છે. મહેશ્વરના ચાર હાથમાં જમણી બાજ પદ્મકળી અને ત્રિશલ જેનો ઉપરનો ભાગ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં નાગ અને નીચલા હાથથી ઉમાને આલિંગન આપેલ છે. મહેશ્વરના ડાબા ઉસંગમાં ઉમા જમણો પગ પમ પાંદડી પર ટેકવીને બેઠેલ છે. ઉમાનું મસ્તક ખંડિત છે. કંઠમાં હાંસડી અને પ્રલંબહાર, કટિસૂત્ર, અને પાદજાલક ધારણ કરેલ છે. આસન આગળ નંદીની બેઠેલી આકૃતિ છે. તેના ગળામાં ઘૂઘરમાળ છે. આસનની જમણી બાજુ પુરુષ આકૃતિ દેવ તરફ મુખ રાખી નમસ્કાર મુદ્રામાં બેઠેલ છે. ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે. પરિકરમાં દશાવતારની આકૃતિઓ કંડારેલી છે. આ ગવાક્ષની ડાબી બાજુ પગને આંટી મારી બંને હાથથી વેણુ વગાડતી અપ્સરાનું કલાત્મક શિલ્પ નજરે પડે છે. ' લક્ષ્મી-નારાયણ
લક્ષ્મીના સાન્નિધ્યમાં વિષ્ણુને નારાયણ” તરીકે બતાવવામાં આવે છે. લક્ષ્મી-નારાયણનાં રૂપવિધાન વિષ્ણુપુરાણ, વિષ્ણુધર્મોત્તર, રૂપમંડન વગેરે ગ્રંથોમાં આપેલું છે. આ બધા ગ્રંથોમાં આ યુગલ પ્રતિમા આયુધોના ફેરફાર સહ બનાવવાનું કહ્યું છે.
- લક્ષ્મીનારાયણ સ્વરૂપના પ્રતિભા-વિધાનમાં વિષ્ણુને ગરુડ પર લલિતાસનમાં બેઠેલા અને ડાબા ઉલ્લંગમાં લક્ષ્મીજીને બિરાજેલાં બતાવવા. વિષ્ણુના બે હાથ પૈકી એક હાથ લક્ષ્મીજીને આલિંગન આપતો. લક્ષ્મીના બે હાથમાંનો એક હાથ વિષ્ણુના ગળા ફરતે અને બીજામાં કમળ હોય છે. ઘણી વાર આ મૂર્તિની આજુબાજુ સુંદર પરિચારિકાઓ હાથમાં ચામર લઈને ઊભેલી હોય છે. જમણી બાજુ ગરુડ મૂર્તિ અને આયુધ પુરૂષો શંખ અને ચક ઊભેલા હોય છે. આગળની બાજુ બ્રહ્મા અને શિવ બે ઉપાસકો અંજલિમુદ્રામાં પૂજા કરતા બતાવાય છે.
લક્ષ્મી-નારાયણની આ પ્રકારની સુંદર યુગલ પ્રતિમાઓ ઘણી સંખ્યામાં ભારત અને ગુજરાતમાંથી મળી આવે છે.
રાણીવાવના ચોથા પડથારના ત્રીના ગવાક્ષમાં લક્ષ્મી-નારાયણની સુંદર યુગલ પ્રતિમા આવેલી છે. પદ્મપીઠ પર લલિતાસનમાં બેઠેલ નારાયણના ડાબા ઉસંગમાં લક્ષ્મીજી બિરાજેલાં છે નારાયણના મસ્તકે અલંકૃત કરંડમુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં પત્રયુક્તહાર અને વિવિધ અલંકારો ધારણ કરેલ છે.